ગરવીતાકાત,બનાસકાંઠા : જિલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં આજ રોજ ડૉ. વિક્રમ સારાભાઈ સંકુલમાં ટોટાણાનું કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.તેમાં આજુબાજુની સાત શાળાઓમાંથી શિક્ષકો અને બાળવૈજ્ઞાનિકોએ જુદા જુદા 5 વિભાગોમાં કૃતિઓ રજૂ કરેલ.દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન આપી સી.આર.સી.કૉ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ.

કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનો અને ગામના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયેલ.આ શુભ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ગોપાલભાઈ જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને આ પ્રદર્શન શા માટે? એ વિષય પર ચિંતન રજુ કરેલ.બીટકેની શ્રી હિતેશભાઈ પરમાર દ્વારા બાળકોને વિજ્ઞાનના મહત્વ વિશે સુંદર સમજ આપેલ.સી.આર.સી.કૉ શ્રી ભરતભાઇ શર્મા દ્વારા બાળકોને પ્રોત્સાહિત પ્રવચન આપવામાં આવેલ.બહારથી આવેલ અધિકારીગણ અને શિક્ષકોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.કાર્યક્રમના અંતે સરકારી શાળામા ધોરણ -9 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકો અને અતિથિઓને શાળાની બે શિક્ષિકા બહેનો શ્રીમતી સેજલબેન પટેલ અને શ્રીમતી હેતિકાબેન પટેલ દ્રારા એમના પૂર્વજોની યાદમાં દાલ-ભાત,પુરી-શાક, મોહનથાળ અને પાપડનું તિથિ ભોજન આપવામાં આવ્યું …ભગવાન એમના જીવનમાં વધુ સુખ અને સમૃદ્ધિ માં વધારો કરે એવી બાળદેવો વતી આચાર્યશ્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

આ કાર્યક્રમમાં બીટકેની શ્રી,પે.કેન્દ્રાચાર્ય ભરતભાઇ,સી.આર.સી.કૉ,એસ.એમ.સી અધ્યક્ષ ભૂરાજી જાલેરા, ઉપાધ્યક્ષ મુર્તુજાભાઈ,શિક્ષણવીદ  દિલુભા વાઘેલા,મેલાજી ઠાકોર, મોહંમદ ઉકાણી (પત્રકાર),સરકારી શાળાના શિક્ષક નિકુંજભાઈ,એસ.એમ.સી સભ્યો,ગામના આગેવાનો,નજીકની શાળાઓના શિક્ષકશ્રીઓ અને બાળ વૈજ્ઞાનિક હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.કે.દેસાઈ દ્વારા કરવામાં આવેલ.

તસવીર અહેવાલ મોહંમદ ઉકાણી બનાસકાંઠા

બીજા સાથે સમાચાર શેર કરો.