ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૨૭)

વર્ષ 2007થી ગુજરાતના મહાનગરોમાં ડિઝલ ઓટો રિક્ષાઓની મનાઈ હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા ડિઝલ ઓટો રિક્ષાઓને ગેરકાયદે મંજૂરી આપીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. અમદાવાદમાં હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દઈને શહેરને ફરી એક વખત પ્રદુષણના કાળ પંજામાં ધકેલી દેવામાં આવ્યું છે.

ગયા મહિને 2019માં એક પીઆઈએલને ડિસમીસ કરતી વખતે ગુજરાતની વડી અદાલતે આદેશ આપ્યો હતો કે, ડિઝલ ઓટો રિક્ષાને મંજૂરી આપવી નહીં એવી માંગણી કરી હતી પણ તે ડીસમીસ કરવામાં આવે છે. કારણ કે અપીલ કરનારા અમદાવાદ યુઝ્ડ કાર ડિલર સંગઠનના પ્રમુખ છે.2007માં અમદાવાદ અને સુરતમાં ડિઝલ રિક્ષાને મંજૂરી ન આપવાના આદેશ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.પર્યાવરણની જાળવણી માટે આવો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર સીએનજી રિક્ષાને જ મંજૂરી આપવી એવું સ્પષ્ટ નક્કી કરાયું હતું. શહેરોમાં ડીઝલથી ચાલતાં નાના વાહનો સ્વાસ્થ્યને નુકસાન કરે છે, સુરતમાં 15 હજાર આવા વાહનો હતા.
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ભૂરેલાલ સમિતિ દ્વારા ડિઝલ વાહનો ન નોંધવા માટે આદેશ કરાયો હતો. પેટ્રોલ-ડિઝલથી ચાલતાં વાહનોને જીએનજીમાં કન્વર્ડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. મહેસાણામાં ઊભા થયેલા પ્રશ્ન બાદ ગેસ પંપની સગવડ ન હોય ત્યાં ડિઝલ વાહનોની મંજૂરી એકાએક 2016માં વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા આપી દેવામાં આવી હતી. આ બાબતનું ખોટું અર્થઘટન કરીને વ્યવસ્થિત રીતે ડિઝલ રિક્ષાઓને મહાનગરોમાં મંજૂરી આપવાનું કામ આરટીઓ દ્વારા થઈ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં 2016થી આજ સુધી આવી હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. રિક્ષાઓ નોંધીને રસ્તા પર ફરતી કરી દેવામાં આવી છે.જે ડિઝલ રિક્ષાઓ મંજૂર કરી છે તે મોટા ભાગે અતૂલ ઓટો ખૂશ્બુ રિક્ષાઓ છે.  પીજીઓ, બજાજ અને ખૂશ્બુ રિક્ષાઓ વધું છે. 1 એપ્રિલ 2007થી ડિઝલ ઓટો રિક્ષાને મંજૂરી આપવા માટે ફરીથી ડિઝલ રિક્ષાઓને મંજૂરી ન આપવા માટે 12 એપ્રિલ 2016માં વાહન વ્યવહાર કમિશ્નર હેઠળના વાહન વ્યવહાર સત્તા મંડળ દ્વ્રારા નિર્ણય લેવાયો હતો કે, પ્રદુષણ ફેલાતું હોવાથી ડિઝલ ઓટો રિક્ષાઓને મહાનગરોમાં મંજૂરી આપવી નહીં.