રીપોર્ટ,તસ્વીર-જયંતી મેતીયા
 દાંતા તાલુકાના હડાદથી દાંતા જતો સ્ટેટ રોડ ઉપર ઊણોદ્રા  ગામનું બસ સ્ટેશન આવેલું છે. વૃક્ષો અને ઉકરડાઓની આડમાં આ ગામના લોકોને બસ સ્ટેન્ડનો સહારો મળતો નથી. આ બસ સ્ટેશન. ણે ખંડેરની હાલતમાં જોવા મળી રહ્યું છે. 

દાંતા તાલુકાના માર્ગ અને મકાન વિભાગની આવી સામે ઘોર બેદરકારી 

દાંતા તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. તો લોકોનું કહેવું છે કે આ બસ સ્ટેશન ક્યારે સાફ કરવામાં આવશે. અને આ રોડ ઉપર અનેક જગ્યાઓ પર ખાડા ખાબોચિયા થઈ ગયા છે.તો કોઈપણ વ્યક્તિને અકસ્માત સર્જાશે ત્યારે કોણ જવાબદાર રહેશે. લોકોના મુખે એવી ચર્ચા થાય છે એક વર્ષમાં બનાવેલા રોડને ખાડા ખાબોચિયા કેમ એ પણ એક સવાલ ઉઠયો છે. લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મિલીભગતથી આ રોડ બનાવવામાં આવેલો છે. તો આ બાબતે ઉચ્ચ અધિકારી આવી અને તપાસ કરી તો આ ખાડા ખાબોચિયા ક્યારે પૂરાશે તે જોવાનું રહ્યું. અને બસ સ્ટેશને  કેટલા સમયગાળામાં સાફ કરવામાં આવશે તેવા પણ સવાલ થઇ રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: