ઝાડીઓમાં વૃક્ષ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર
પાલનપુર તાલુકાના ચંડીસર ગામ પાસે ઝાડીઓમાં એક યુવકની વૃક્ષ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણ થતાં ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાલનપુરના ચંડીસર ગામે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર તાલુકાના ચંડીસર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક ઝાડીઓમાં વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. જે બનાવ અંગે લોકોને જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી ગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે મળી આવેલ મૃતદેહ દિનેશભાઇ માજીરાણા નામના યુવાનનો હોવાનું ચર્ચામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા હાલમાં આ યુવક કોણ છે અને તેનો મૃતદેહ ઝાડીઓમાં વૃક્ષ પર કઈ રીતે પહોંચ્યો ? શું તેણે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: