પાલનપુર આકેસણ રોડ પર આવેલી અક્ષત સોસાયટી પાસેથી આજે સવારે એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં થોડાક દિવસ અગાઉ ગુમ થયેલ યુવકનું આ મૃતદેહ હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેર નજીક આકેસણ રોડ પર આવેલી અક્ષત સોસાયટી પાસેથી આજે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી.
થોડાક દિવસ અગાઉ ગુમ થયેલા યુવકનો મૃતદેહ હોવાનું ખુલ્યુ
જેમાં થોડાક દિવસ અગાઉ ગુમ થયેલ ધ્રુવ નામના યુવકનો મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જેમાં યુવકની હત્યા થઇ હોવાના પણ પરિવારજનોના આક્ષેપ ઉઠતા આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પંચનામું કરી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.