લાખણીના પેપરાળમાં જૈન દેરાસર પર ફરજ બજાવતા યુવકનો મૃતદેહ મળ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

લાખણીના પેપરાળ ગામનો ઉકાપુરી કરનપુરી ગૌસ્વામી ઉ.વ. ૪૫ રાત્રીના તેમની ગ્રામરક્ષક દળ તરીકે ગામના જૈન દેરાસર પર નોકરી કરતો હતો. તારીખ ૦૫ / ૦ર / ર૦૨૦ના રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે તેમના ઘરેથી પેપરાલ દેરાસર પર ગ્રામરક્ષકની નોકરી હોઇ જવાનું કહી ઘરેથી નીકળેલા હતા.

aજે  રાત્રિના આગીયાર વાગ્યાથી સવારના પાંય વાગ્યા સુધી નોકરી કરતા હોઈ તેઓ રોજ સવારમાં સાડા પાંચ વાગ્યે ઘર પરત આવી જતા હતા. પરંતુ ગુરુવારે રોજના ટાઈમે પરત ન આવતાં પરિવારે જઇને આજુબાજુ શોધખોળ કરતાં સવાસ્ના સાત વાગ્યે જૈન દેરાસરની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે

કોઈએ ૧૦૮ ને ફોન કરતાં આવેલી મોબાઈલે તપાસ કરી  ઉકાપુરીનો મૃતદેહ થરાદ સરકારી હોસ્પિટલના પી.એમ. રૂમમાં લઈ આવી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઇ માનસેંગપુરી કરનપુરી ગૌસ્વામીએ થરાદ મથકમાં તપાસ થવા  જાણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.