પાલનપુર રેલવે સ્ટેશન પાસેથી બિનવારસી હાલતમાં પુરુષની લાશ મળી 

ગમ્યું તો આગળ શેર કરો.

રેલવે પોલીસે અ.મોત ગુનો નોંધી તપાસ હાથ ધરી પાલનપુર રેલવે સ્ટેશન પાસેથી બિનવારસી હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા આ બાબતની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસે મોત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલનપુર રેલવે સ્ટેશન પાસેથી એક અજાણ્યો પુરૂષની આશરે ૪૫ વર્ષની ઉંમરનાની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા આ બાબતે રેલવે પોલીસને જાણ કરવામાં આવતાં રેલવે પોલીસની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં રેલવે સ્ટેશન પાસે કોરિડોર લાઈનની પાસે કોઈ ટ્રેનની ટક્કરે આવી જતા ઇસમનું મોત થઇ હોવાનું જણાઇ રહ્યું છે. ઉપરોક્ત પુરૂષના મૃતદેહનુ વર્ણન જોતા મધ્યમ બાંધાનો અને રંગે ગૌ વર્ણનો હોય આ બાબતે રેલવે પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.

તસ્વીર અહેવાલ: જયંતીમેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.