ગરવી તાકાત કડી 
કડી માં નારી એકતા મંચની મહિલાઓ દ્વારા કોરોના મહામારીના લોકડાઉનના સમયગાળા દરમ્યાન ઘણા બધાં ગરીબ પરિવાર માણસોને મદદ રૂપ બન્યા હતા ત્યારે કોરોના મહામારીના સમય ગાળા દરમ્યાનમાં પણ પવિત્ર ભાઈ અને બહેનનો તહેવાર આવી રહ્યો છે.
આ તહેવાર નિમિત્તે બહેન પુરા વર્ષ દરમ્યાન આ પવિત્ર રક્ષાબંધનની રાહ જોઈ ને બેઠી હોય ત્યારે પણ આવા સમયે પણ પોલીસના જવાનો પોતાની ફરજ નિભાવવા માટે હંમેશા તૈયાર રહે છે ત્યારે તે પોલીસ જવાનોને પોતાની બહેનની યાદ આવતી હોય છે ત્યારે કડીમાં નારી એકતા મંચની મહિલા દ્વારા કડી પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી ડી.ડી.સોઢા સાહેબ અને પોલીસ સ્ટેશનમાં રહેલ સ્ટાફ લોકો ને આ પવિત્ર રક્ષાબંધનનો તહેવારમાં રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી.
Contribute Your Support by Sharing this News: