રાજસ્થાનથી ભૂલા પડેલા બાળકનુ અમીરગઢ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

      પિતા સાથે બસ સ્ટેન્ડ પરથી ભૂલા પડી બાળક મુંબઈની બસમાં બેસી જતાં ભૂલો પડ્યો હતો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ઉપર બપોરના ધોમ ધખતા તાપમાં રાજસ્થાન તરફથી એક બસ આવી ઉભી રહી સામાન્ય સંજોગોમાં ગુનાહિત હેરાફેરી અટકાવવા પોલીસ વાહનો ઉભા રખાવી ચેક કરતી હોય છે. પણ આજે તો બસ સામેથી ઉભી રહેતા અમીરગઢ બોર્ડર વાહન ચેકિંગના ઇન્ચા.દિલાવરસિંહ તથા તેમની ટીમને આશ્ચર્ય સાથે કોઈ અજુગતો બનાવ તો નથી ને ? તેવા વિચાર સાથે બસ નજીક જતા બસના ક્લીનર એક નાના બાળક સાથે બસમાંથી નીચે ઉતરી આ બાળક રસ્તામાંથી ક્યાંકથી બેઠેલ છે. તથા તેને આગળ ક્યાં જવું તેવી જાણકારી નથી અને માં બાપ વિશે વધુ ઓળખ આપતું નથી તમો સાહેબ કંઈક કરો ? તેમ કહી પોલીસ પાસે મદદની અપેક્ષાએ બસવાળા નાના બાળકને સોંપી સમયસર પેસેન્જરો ઉતારવાના આશયથી નીકળી પડ્યા. પોલીસના ઇન્ચા.દિલાવરસિંહ તથા રોહિત કુમાર તથા ઈલિયાસ ખાન તથા અનિશખાન વિગેરેએ બાળક વતનથી, માબાપથી દૂર અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા ખાખી કપડાધારી માણસો વચ્ચે હોય ગભરાયેલ જણાતા તેને પોતાના બાળકની જેમ હુંફ,પ્રેમ આપી વિશ્વાસમાં લઈ માતાપિતા તથા ગામ બાબતે માહિતી મેળવી તેના માતાપિતાને સિરોહીથી બોલાવી નાના બાળકને નજરથી દૂર નહિ રાખવાની સલાહ સાથે સોંપી પોલીસના સોશિયલ અભિ ગમને સાચા અર્થમાં સાબિત કરવા નો સુંદર પ્રયત્ન કરેલ. ઉપરોક્ત મળી આવેલ બાળક રાહુલ વિશાલરામ હીરાગર રહે. સગોલીયા સિરોહી (રાજસ્થાન) નું હોય અને તેના પિતા સાથે સિરોહી બસ સ્ટેન્ડ ઉપર આવેલ તે દરમ્યાન ભૂલથી મુંબઈ જતી બસમાં બેસી જતા અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આવી ગયેલ જે પરત મેળવતા તેના પરિવારજનો પણ ખાખી પ્રત્યે ઉપકાર વ્યક્ત કરતા હોવાનું પ્રતિત થયેલ. આથી પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.

શેર કરવા અહીં ક્લિક કરો.