ગરવીતાકાત,અરવલ્લી: મેઘરજના પહાડીયા પંચાલ ગામમાં મહેશભાઈ મોતીભાઈ ડામોરના ઘર નજીક ખેતરમાં અજગર દેખાતા લોકોના ટોળા એકઠા થયા હતા જેઓએ વનવિભાગને જાણ કરતા વનવિભાગના આર.આર.ડામોર અને એમ.એમ.તાવીયાડ વનપાલ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અજગરને ઝડપી પાડ્યો હતો અને અજગરને હેમખેમ જંગલમાં છોડવામાં આવ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી