પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં કોમ્પ્યૂટરના પાઠ ભણવા આવતી 19 વર્ષની વિદ્યાર્થિનીના અડપલા કરવાનું 45 વર્ષના સંચાલકને ભારે પડયુ છે.વિદ્યાર્થિની ગ્રેજ્યુએશન પૂર્ણ કરી સીસીસી કરવા કમ્પ્યૂટર કલાસ કરતી હતી વિદ્યાર્થિનીએ માતા-પિતાને કહેતા ભાંડો ફૂટ્યો, સંચાલક સામે ફરિયાદ ગ્રેજયુએશન પૂર્ણ કરીને 19 વર્ષીય વિદ્યાર્થિનીએ સીસીસી કોર્ષ માટે નવા જંકશન રોડ પર આવેલ ટીચ કોમ્પ્યૂટર કલાસ જોઇન્ટ કર્યુ હતું. ગુરૂવારે વિદ્યાર્થિનીને કોઇ ન હોય તે સમયે સંચાલક ધીરેન ગઢવીએ બોલાવી તેની સાથે અડપલા કર્યા હતા. વિદ્યાર્થિનીએ ઘેર જઇ માતા-પિતાને કહેતા સંચાલકનો ભાંડો ફૂટયો હતો. દીકરીએ રડતા રડતા પોલીસ મથકે સમગ્ર ફરિયાદ નોંધાવી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.