રામમહેલ મંદિરમાં ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, સંતો-મહંતો મહામંડલેશ્વર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરનો 15 મો પાટોત્સવ અને સાકેતવાસી મહંત શ્રી જગદિશદાસજી મહારાજની 31 મી પુણ્યતિથિ નિમિતે ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામમહેલ મંદિર ખાતે શ્રી ખાખરીયા સત્સંગ સનાતન મંડળ દ્વારા શ્રી રામનામ જાપ યજ્ઞ અને શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. પાટોત્સવ અને મહંત શ્રી જગદિશદાસજીની પુણ્યતિથિ નિમિતે સમગ્ર ગુજરાતમાંથી સંતો-મહંતો મહામંડલેશ્વર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જગન્નાથજી મંદિર ના મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મહંત શ્રી સ્વામી શિવરામદાસજી મહારાજ પ્રેમ દરવાજા અમદાવાદ, થલતેજ સાઇધામ ના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા વિરમગામ પંચમુખી હનુમાનજી આશ્રમના ખાકી સંપ્રદાયના સાઘુ-સંતો મહંતો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે આર્શીવચન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રામમહેલ મંદિરના મહંત રામકુમારદાસજી બાપુ સહિતના ભક્તોએ પ.પુ. જગદીશદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

તસ્વીર અહેવાલ વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

બીજા સાથે સમાચાર શેર કરો.