હાઇવે પર આવેલી સોસાયટીમાં ઇલેક્ટ્રિક શોટ સર્કિટના કારણે આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ. થરાદની રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ એક મકાનમાં એકાએક આગ લાગી જતાં મકાનમાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હાઇવે વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં ઘાસચારો ભરેલ એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મકાનમાં ભરેલ ઘાસચારો આગની લપેટમાં આવી જઈને બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે જાણ કરવામાં આવતા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે મથામણ હાથ ધરી હતી. બનાવને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. આમ થરાદના રાજદીપ સોસાયટીમાં ઘાસ ભરેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગને કાબૂમાં લેવા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ આવી પહોંચતા અને આગને કાબુમાં લેવા પ્રયત્ન શરૂ કરી દેતાં સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: