ગરવીતાકાત,થરાદ: આજે થરાદ વાવ કિશાન એકતા સમિતિ દ્વારા  રાધનપુર તાલુકાના નર્મદા કેનાલના કાર્યપાલ ઇજનેર એચ પી પટેલે ખેડૂતોને ધમકાવી ને કચેરીની બહાર કાઢી મુકયા અને દાદાગીરી કરી છે ખેડૂતો નું અપમાન કર્યું હતું ખેડૂતોને કહે છે જાઓ જે થાય તે કરી લો આટલી આટલી કેનાલો તૂટી ગઈ છે મારું શું તોડી લીધું જતા રહો જાઓ મારે તમારી કોઈ રજૂઆત સાંભળવી નથી જાઓ મિડિયા ને બોલાવી લાવો પછી પણ પાણી નહી છોડીશ  આવા ખરાબ વતૅન ને લઈ ખેડૂતો માં રોષ જોવા મળી રહો છે ત્યારે આજે થરાદ વાવ. કિસાન એકતા સમિતિ દ્વારા માગણી કરવામાં આવી કે આવા અધિકારી ને તત્કાલીન નર્મદા કેનાલના કાર્યપાલ ઇજનેર એચ પી પટેલને સસ્પેન્ડ કરો અને યોગય પગલા ભરો અને   ગુજરાત ના  ધરતી પુત્રો સાથે વારંવાર અન્યાય થઈ રહ્યો છે અને નર્મદા કેનાલ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ દાદાગીરી ધાક ધમકીઓ આપી રહ્યા છે તેવા અધિકારીઓ સામ તત્કાલીન પગલાં ભરવાની  માંગ  સાથે થરાદ વાવ કિશાન એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાયૅક્રમ માં થરાદ કિશાન એકતા સમિતિ ના પ્રમુખ વસરામ ભાઇ ચૌધરી વાવ પ્રમુખ હાજાજી રાજપુત કિશાન એકતા સમિતિ ના હોદેદારો તથા થરાદ મિડિયા ના તમામ મિત્રો હાજર રહ્યા હતા

બીજા સાથે સમાચાર શેર કરો.