સવારે લાખણી પંથકના પ્રેમીયુગલે હાથ બાંધી ઝંપલાવ્યું, બપોરે કાશવી ગામના યુવક અને સણાવીયા ગામની યુવતીની લાશ મળી આવી

થરાદ: થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં બુધવારના રોજ ચાર મૃતદેહો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં લાખણી પંથકના યુવક-યુવતીના મૃતદેહો એકબીજાના હાથ બાંધેલી હાલતમાં મળી આવતાં યુવક-યુવતીના પરિવારજનો ઘટના સ્થળે આવી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેના મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

થરાદની મુખ્ય કેનાલમાં વામી ગામ નજીક બે તરતા મૃતદેહ મળી આવતા પાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી બંનેના મૃતદેહો બહાર કાઢતા યુવક લાખણી તાલુકાના ડોડીયા ગામના જગતાજી કુરશીજી ઠાકોર (ઉં.વ.24) તેમજ યુવતી સુખીબેન ઉમેદજી (રહે.માણકી,તાલુકો-લાખણી) હોવાનું બહાર આવ્યું હતું. બંને મૃતદેહ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસ મથકે અકસ્માતે ગૂનો નોંધાયો હતો. બીજી તરફ નર્મદા કેનાલમાં કાશવી ગામનો યુવક તેમજ સણાવીયાની યુવતીએ અલગ-અલગ સ્થળે મોતની છલાંગ લગાવતા મૃતદેહો બહાર કાઢતા તેના વાલીવારસોને સોંપાયો હતો. મુખ્ય કેનાલમાં એક જ દિવસમાં ચાર લોકોનાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને પરણિત હતા અને છેલ્લા ચાર દિવસથી ગુમ હતા.

જૂન મહિનામાં થરાદ કેનાલમાં બનેલી ઘટના
10 જૂન : થરાદના ઢીમા પુલ નજીક યુવકને ડૂબતા બચાવી લેવાયો હતો.
12 જૂન : થરાદની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી હતી.
13 જૂન : વાવના હેતલબેને કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.
15 જૂન : દિયોદર નજીક ઉચોસણના લક્ષ્મણ ઠાકોરે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.
16 જૂન : દૂધ શીત કેન્દ્ર વાવના માડકા ગામના વિરમાભાઇ રૂપાભાઇ પટેલ અને તેમના પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.
19 જૂન : મહાજનપુરા ગામ નજીક 25 વર્ષિય અબ્બાસ ઘાંચીનો મૃતદેહ મળ્યો હતો.
20 જૂન : ગુરુવારે ત્રણ સંતાનની માતા માનીબેન પારેગીએ મોતની છલાંગ લગાવી.

બીજા સાથે સમાચાર શેર કરો.