ગરવીતાકાત,થરાદ: થરાદના ડેલ ગામે શનિવારે વહેલી સવારે એક યુવતિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ મૃતદેહની બહાર નીકાળી પરિવાજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે, પરિવારજનોએ યુવતિ અસ્થિર મગજની હોવાનો આક્ષેપ કર્યો છે.

બનાસકાંઠા જીલ્લામાં કેનાલમાં કુદી આત્મહત્યા કરવાના બનાવો રોકાવાનું નામ નથી લેતા. ત્યાં શનિવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજની યુવતિએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

અસ્થિર મગજની યુવતિએ કેનાલમાં ઝંપલાવી આપધાત કરી લીધાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડયા હતા. જોકે, સ્થાનિકોએ થરાદ પાલિકાને જાણ કરતા ફાયર ટીમ તરવૈયાઓ સાથે આવી પહોંચી મૃતક યુવતિની લાશ શોધી કાઢી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.