બનાસકાંઠાની થરાદ મુખ્ય કેનાલમાં શુક્રવારે બે બાળકો સહિત માતાએ છલાંગ લગાવી લેતા ચકચાર મચી જવા પામી છે. થરાદની મહાજનપુરા પુલ પાસે કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યાના બનાવો વધી રહયા છે. ત્યારે શુક્રવારે બે બાળકો સહિત એક માતાએ પાણીમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

થરાદની મહાજનપુરા મુખ્ય કેનાલમાં બે બાળકો સહિત માતાએ મોતની છલાંગ લગાવી હોવાની જાણ થરા નગરપાલિકા અને ફાયર વિભાગને થતા ફાયરટીમે ઘટના સ્થળે આવી માતા-બે બાળકો સહિત એક વૃધ્ધની લાશ પણ બહાર નીકાળવામાં આવી છે. ઘટનાની જાણ થતા થરાદ પોલીસ સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: