ગરવીતાકાત થરાદની:મુખ્ય નર્મદા નહેરમાં આંતરે દહાડે મૃતદેહો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે આજે સવારે જમડા ગામના પુલ નજીક કોઈ અજાણ્યા શખ્સનો તરતો મૃતદેહ જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. જેની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં એકઠા થયા હતા. મૃતદેહથી થોડે દુર શર્ટ તેમજ માથે બાંધવાની લુંગી અને ચંપલ મળી આવ્યાં હતા. આથી કોઈ ખેડૂત હોવાનું અનુમાન થઇ રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.