ગરવીતાકાત,બનાસકાંઠા (તારીખ:૨૫)

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મજન્મ ૧૯૧૬માં મથુરાથી ૨૬ કિમી દૂર આવેલા ચન્દ્રભાણ નામના ગામમાં થયો હતો. એ ગામને હવે દીનદયાલ ધામ તરીકે ઓળખાય છે. તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતીષ શાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા, બન્ને અવસાન પામ્યા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટા કર્યા. તેમના મામા અને મામીના ઉછેર હેઠણે તેમણે અભ્યાસમાં સુંદર પ્રદર્શન કર્યું. તેઓ રાજસ્થાનના પીલાની ઝુન્ઝુનુની શાળામાંથી મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ થયા. તેઓ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવ્યા જેથી તેમને સીકરના મહારાજા કલ્યાણ સિંહ તરફથી સુવર્ણ ચંદ્રક મળ્યો અને તે સાથે ૧૦ રૂપિયા માસિક શિષ્યવૃત્તિ અને ૨૫૦ રૂપિયા પુસ્તક આદિના ખર્ચ પેટે મળ્યા. તેમણે પિલાનીની બિરલા કૉલેજમાંથી ઈણ્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૯૩૯માં તેમણે કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાંથી પ્રથમ શ્રેણીમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે આગ્રાની સેંટ જ્હોન કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં પ્રથમ ક્રમાંકે અનુસ્નાતકની પદવી મેળવી અને સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમના મામાએ તેમને પ્રાંતીય સેવા પરીક્ષા આપવા જણાવ્યું. આ પરીક્ષા આપી તેઓ પાસ થયા પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં કેમકે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હતા. તેમણે પ્રયાગમાં બી. એડ. અને એમ. ઍડ.ની પદવીઓ મેળવી અને લોક સેવામાં જોડાયા.

જ્યારે ૧૯૩૭ના વર્ષ દરમ્યાન તેઓ કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના મિત્ર બાલુજી મહાશબ્દે દ્વારી તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)નો પરિચર થયો. તે દરમ્યાન તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી. હેગડેવાર સાથે થઈ. તેમની સાથે તેઓ સંઘની કોઈ એક શાખામાં બૌદ્ધિક ચર્ચામાં ઉતર્યા. સુંદરસિંહ ભંડારી પણ તેમના એક વર્ગ મિત્ર હતા. આગળ વધી તેમણે પૂરો સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા કરવાનો નિર્ણય કર્યો. તેમણે નાગપુરમાં સંઘની ૪૦ દિવસીય ઉનાળુ શિબિરમાં ભાગ લીધો અને સંઘ સંબંધે તાલીમ લીધી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે વર્ષની તાલીમ પુરી કરી તેઓ આજીવન સંઘ પ્રચારક બન્યા. તેઓ લખમી પુરજીલ્લાના પ્રચાર રહ્યા. ત્યાર બાદ એઓ ઉત્તરપ્રદેશના (પ્રાંતીય આયોજક) બન્યા. તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે જોવામાં આવતા. કેમકે તેમની રહેની કરણી વગેરે સંઘની વિચારધારાને એકદમ અનુકુળ હતી.

૧૯૪૦માં તેમણે લખનૌથી રાષ્ટ્ર ધર્મનામનું પ્રકાશન બહાર પાડ્યું. હિંદુ રાષ્ટ્રવાદ નો પ્રચાર એ આ પ્રકાશનનો ઉદ્દેશ્ય હતો. તેના પ્રકાશનમાં તંત્રી તરીકે તેમણે ક્યારે પણ પોતાનું નામ છપાવ્યું નહિ. ત્યારબાદ તેમણે પંચજન્ય નામનું સામાયિક અને સ્વદેશનામનું વર્તમાન પત્ર બહાર પાડ્યું.

૧૯૫૧માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાલની વરણી કરી. આ પક્ષને સંઘ પરિવારનીએ વિચારધારાને અનુકુળ બનાવવાની કામગિરી તેમને સોંપાઈ. તેમને ઉત્તરપ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યાર બાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૫૩માં મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દીનદાયલ પર આવી. તેઓ ૧૫ વર્ષ ઉધી જનસંઘના સેક્રેટરી રહ્યા. તેમણે ઊત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી પણ લડી. પણ જીતી શક્યા નહિ.આવા મહાપુરુષ ની જન્મ જયંતિ નિમિતે કાંકરેજ તાલુકાનાં વહેપારી મથક થરામાં આવેલ સંત રોહિદાસ કુમાર છાત્રાલયમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા ની ઉપસ્થિતિમાં થરા શહેર ભાજપ દ્વારા સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજાયો.પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલ હાર પહેરાવી મ્હોં મીઠું કરી થરા માજી રાજવી પ્રુથ્વીરાજસિંહ સી.વાઘેલાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યકરોને આવકાર્યા હતા.ભારતસિંહ ભટેસરીયાએ શાબ્દિક પ્રવચન કરેલ..પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં જીવન ચરિત્ર વિશે માહિતી આપેલ.ત્યાર બાદ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં સ્વછતા અભિયાનને ધ્યાને રાખી કાર્યકરો સાથે છાત્રાલયમાં સફાઈ કરેલ.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, થરા માજી રાજવી પ્રુથ્વીરાજસિંહ સી.વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ તેજાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ કનુભાઈ બી.ઠક્કર, ફકીર મહમંદ વલીભાઈ મેમણ, થરા શહેર ભાજપ ઉપ-પ્રમુખ ઉમેશભાઈ વી.પ્રજાપતિ, સેમાભાઈ આર.પટેલ, થરા શહેર ભાજપ મહામંત્રી રાયમલભાઈ ડી.પટેલ, રાઘવેન્દ્રભાઈ કે.જોષી, પ્રવીણભાઈ એમ.પરમાર,રઘુભાઈ પી.મકવાણા, શંકરભાઈ પરમાર બાપા સીતારામ થરા, ભાથીભા વાઘેલા, શક્તિસિંહ ઝાલા,શરદ સાંપરીયા, ત્રિકમભાઈ આર.મકવાણા, પશાભાઇ રાવળ વગેરે હાજર રહ્યહતા.

તસ્વીર અહેવાલ અરુણ વાઘેલા કાંકરેજ (બનાસકાંઠા)

Contribute Your Support by Sharing this News: