કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા સોમવારે પ્રેસ-કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અને, સરકાર મોતના આંકડા છુપાવી ગોલમાલ કરતી હોવાનો આક્ષેપ થયો છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રેસ-કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે, ગુજરાતમાં CORONAની ગંભીર પરિસ્થિતિ છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખુટ્યા છે જેના માટે ગુજરાત સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટનાં બે પાસાં હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે.

કોવિડ-19ની મહામારીમાં 13 મહિનામાં જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર 4 લાખની સહાય જાહેર કરે એવી ચાવડાએ માગ કરી છે. સાચી હકીકત કંઈ અલગ છે. સરકાર નિષ્ઠુર બની મોતના આંકડા છુપાવી રહી છે. લોકોનાં મોત પર સરકાર રાજરમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ કોવીડ-19થી થયેલાં મોતના પરિવારની માહિતી મેળવશે. ગૂગલ ફોર્મમાં માહિતી ભરી આપશે, એના આધારે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે.

કોગ્રેસે સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યુ હતુ મૃતકોની સાથે સાથે  ટેસ્ટીગના આંકડા પણ છુપાવવામાં આવી આવી રહ્યા છે. 

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કહ્યું હતુ કે,  ‘સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી કોરોનાં ફેલાયો છે ત્યારથી સરકારે 125 જેટલા મોતના આંકડા બતાવ્યા છે. 2020માં મોત અને 2021ના મોતના આંકડા અંગે તપાસ કરતા બિહામણા ચિત્રો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દર મહિને સુરેન્દ્રનગરના તાલુકાઓમાં સરેરાશ 200 લોકોના મૃત્યુ થયા છે. કોરોનામાં જ્યાં સામાન્ય ગણાતાં જિલ્લામાં 3500 લોકો 65 દિવસમાં મૃત્યુ પામ્યા હોય તો આખા રાજયમાં કોરોનાના મોતનો કેટલો મોટો આંકડો હોય તેવા સવાલો ઉઠાવ્યા છે. નૌશાદ સોંલકીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો જ્યાં વધુ કોરોનાં ફેલાયો છે ત્યાં કેટલા મોત થયા હશે તેનો અંદાજ કરો. દસાડામાં ડેન્ટિસટ પર આરોગ્યકેન્દ્ર ચાલે છે. ત્યાં 8000થી વધુના જ મોત થયા છે જે આંકડા સરકાર છુપાવી રહી છે. આખા રાજયમાં 2 લાખ જેટલા લોકોના મોત થયાનો કોંગ્રેસનો આક્ષેપ

Contribute Your Support by Sharing this News: