ગરવીતાકાત,અરવલ્લી: આજરોજ બાયડ તાલુકામાં આવેલા રમાસ ગામે સરસ્વતી વિદ્યાલય રમાસ મા શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દિવસની શરૂઆત વિદ્યાર્થીઓ એ પ્રાર્થના સભા  દ્વારા કરવામાં આવી. સમગ્ર દિવસને અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા જેમાં તેમને શિક્ષક પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને તેમણે અનુભવ્યું કે શિક્ષકનું કાર્ય ખરેખર કેટલું કપરું અને કેટલું મહાન  હોય છે.  તમામ બાળકો કે જેમણે આજના શિક્ષકદિનના દિવસે ભાગ લીધો તે તમામને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ ભવિષ્યમાં પણ પોતાને ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.