ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જીલ્લામાં બંધ મકાન સલામત ના રહેતું હોવાની ચર્ચા ચાલી રહી છે જીલ્લામાં વારંવાર ઘરફોડ ચોરી અને વાહનચોરી ઘટના બનતા પ્રજાજનોમાં ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે જીલ્લા પોલીસતંત્રએ બેકાબુ બનેલ તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગ ને ઝડપી પાડવામાં આવે અને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રજાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે 
બાયડની શારદાકુંજ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ઘર આગળ પડેલી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હતા શ્રીધર સોસાયટીમાં  ૪ બંધ મકાનોના તાળા તોડ્યા હતા ચારેય મકાનોમાં કોઈ રોકડ રકમ કે ચોરી થાય તેવું કઈ ન મળતા તસ્કરોનો ફેરો માથે પડ્યો હતો મોડાસાની દેવલસીટીમાં સંજય ચૌહાણ ના બંધ મકાનમાં તસ્કરોએ ધાડ પાડી હતી પરંતુ કોઈ ચીજવસ્તુ હાથે ન લાગતા તિજોરી સહીત માલસામાન રફેદફે કરી નાસી છૂટ્યા હતા
બાયડની શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન પસાર કરતા બુધેશ્વરભાઈ ધુળાભાઈ કાપડિયા અને તેમના પત્ની તેમના ઘરે તાળું મારી અમદાવાદ ખાતે રહેતા પુત્ર પાસે કામકાજ અર્થે જતા બંધ મકાનનું તાળું તોડી નકુચો તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી દોઢ લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી ઘર આગળ પાર્ક કરેલી પેસન પ્લસ બાઈકની લૂંટ ચલાવી રફુચક્કર થતા તેમના પાડોશીએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવતા તાબડતોડ અમદાવાદથી બાયડ પહોંચી ઘરમાં લૂંટની ઘટનાના પગલે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: