તહેવારોમાં જુગારીયાઓ જુગાર રમવાનુ વધારે પસંદ કરતા હોય છે. એવામાં મહેસાણા તાલુકા પોલીસે રેડ પા઼ડી હેડુઆ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તાલુકા પોલીસને ચોક્કર બાતમી મળી હતી કે હેડુઆ ગામની સીમમાં ખારી નદીના પટમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ બાતમી આધારે તાલુકા પોલીસે રેડ કરી ત્રણ આરોપીને ઝડપી પાડી મુદ્દા માલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળેલી હતી કે હેડુઆ ગામની સીમમાં આવેલી નદીના પટમાં  ભરતજી ઠાકોર બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે. જે માહિતી મળતા પોલીસે અહિ રેડ પા઼ડી હતી. જ્યા સ્થળે પોલીસ પહોંચતા જુગાર રમી રહેલા આરોપીઓએ ભાગવાની કોશીશ કરી હતી પરંતુ ત્રણ આરોપી ઝડપાઈ ગયેલા જેમાં તેમની પાસેથી 12,200/- રૂપીયાનો મુદ્દામાલ પ્રાપ્ત થયો હતો. જુગાર રમતા રબારી અમૃતભાઈ નારણભાઈ,શાહ સુરેશ માણેકલાલ,અફસાનાબાનુ ચૌહાણનો પકડાઈ ગયેલા તથા ભરતજી ઠાકોર નામનો આરોપી હાથમાં નહોતો આવ્યો. જેથી મહેસાણા તાલુકા પોલીસે ત્રણે વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: