ગરવીતાકાત,અરવલ્લી: પ્રેમમાં અંધ બની પ્રેમી-પંખીડા ફરાર થઇ જતા હોવાની ઘટનાઓમાં પરિવારજનોના હાથે પકડાઈ ગયા પછી પ્રેમી-પંખીડા સાથે પરિવારજનો અને ગ્રામજનો દુર્વ્યવહાર કરવાની સાથે જાહેરસ્થળ પર લાવી તેમની સાથે તાલિબાની સજા કરવામાં આવતી હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એક ગામમાં યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમી-પંખીડા ભાગી જતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી પ્રેમી-પંખીડા પકડાઈ જતા પ્રેમની સજા ભોગવવી પડી હતી પ્રેમી-પંખીડાનું મોઢું કાળું કરી જૂતાંનો હાર પહેરાવી તાલિબાની સજા ફટકારતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી હતી ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજુબાજુ ગામના યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો.

થોડા સમયમાં પ્રેમ સંબંધ ગાઢ બનતા બંને પ્રેમી-પંખીડા તેમના પરિવારજનો તેમના પ્રેમનો સ્વીકાર નહિ કરે ના ડરથી સાથે જીવન જીવવાનો નીર્ધાર સાથે થોડા દિવસ અગાઉ ભાગી જતા યુવક-યુવતીના પરિવારજનોમાં ચકચાર મચી હતી અને પરિવારજનોએ શોધખોળ હાથધરાતા બંને પ્રેમી-પંખીડા પકડાઈ જતા ગામમાં લાવી જૂતા પહેરાવી બંનેને કાળા કલર થી એકબીજાનું મોઢું કાળું કરવા મજબુર કર્યા હતા આજુબાજુમાં ઉભેલા લોકો બંનેની સ્થિતિનો વિકૃત્ત  આનંદ ઉઠાવવાની સાથે વિડીયો પણ મોબાઈલમાં ઉતારતા સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ નજરે જોઈ શકાય છે.

સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોએ અરવલ્લી જીલ્લામાં ભારે ખળભળાટ મચાવ્યો હતો બંને પ્રેમી-પંખીડા કયા ગામના છે તે જાણવા ભારે પ્રયત્નો આદર્યા હતા.

Contribute Your Support by Sharing this News: