કેટલીક શાળાના સંચાલકો અને વેપારીઓની સાંઠગાંઠ હોવાનું ચર્ચાસ્પદ

ગરવીતાકાત મહેસાણા: તાજેતરમાં શાળાઓનું ઉનાળુ વેકેશન પડ્યું હતું જે હવે પૂર્ણ થવા આવ્યું છે અને શાળાઓના નવા ર્સાનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે મહેસાણાની શાળાઓએ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનો સ્કૂલ ડ્રેસ આ વર્ષે બદલીનાખ્યો છે. શાળાઓ દ્વારા સ્કૂલ ડ્રેસ બદલવાના કારણે મહેસાણાના સ્કૂલ દર વર્ષે સ્કૂલનો યુનિફોર્મ બદલતી શાળાઓના કારણે કેટલાક ગરીબ વિદ્યાર્થીઓના પરિવારને આર્થિકિ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અમીર વર્ગ ના નથી હોતાં કેટલાક ગરીબ મા બાપ પેટે પાટાં બાંધી તમામ મુશ્કેલીઓ વેઠીને આર્થિક સંકટ હોવા છતાં પોતાના બાળકના ઉજળા ભવિષ્યને લઇને પોતાના બાળકને અભ્યાસ કરાવતાં હોય છે ત્યારે દર વર્ષે તે સ્કૂલના યુનિફોર્મ બદલી તી શાળાઓનો આ નિર્ણય કેટલો યોગ્ય છે? આમ પણ વિદ્યાર્થીઓ સ્કૂલ રેડીમેડ તેમજ કાપડનો વેપાર કરતાં વેપારીઓ પૈકી તમામ શાળાઓના ડ્રેસનું વેચાણ કરતાં વેપારીઓ લાખો રૂપિયાની રોકાણ કરી વિવિધ શાળાઓના ડ્રેસોનું વેચાણ કરી રહ્યા છે તો આ બાબતે જીએસટી દ્વારા તપાસ કરવામાં આવે તો મોટી ર્માામાં ચાલતાં યુનિફોર્મના વેચાણમાં કેટલી ખરીદી અને કેટલામાં વેચાણ કરી લાખોની કમાણી રળી રહ્યા છે તે બહાર આવે તેમ છે. તમામ રેડીમેડ ગારમેન્ટનો ધંધો કરતાં વેપારીઓ દરેક સ્કૂલના ડ્રેસનું વેચાણ કરતાં નથી કેટલીક શાળાઓના ડ્રેસનું વેચાણ કરતાં હોય છો તો કેટલાક તો એવા વેપારીઓ પણ છે જે મહેસાણામાં આવેલી તમામે તમામ શાળાના સ્કૂલ યુનિફોર્મનું વેચાણ કરી રહ્યા છે તો આવા તમામ શાળાના યુનિફોર્મનું વેચાણ કરતાં વેપારીઓ સામે તપાસ કરવામાં આવે તો જીએસટી ટેક્સ ચોરીનો પર્દાફાશ થઇ શકે તેમ છે. સાથે સાથે કોઇ શાળાના સંચાલકો સાથે કોઇ સાંઠગાંઠ છે કે કેમ તે હકીકત પણ બહાર આવી શકે તેમ છે. જા કે હાલ તો મોટા ભાગની તમામ શાળાઓ દ્વારા સ્કૂલના યુનિફોર્મ બદલવમાં આવ્યા છે જેને લઇને કેટલાક વેપારીઓ તગડો નફો રળી રહ્યા છે જેમાં શંકાને કોઇ સ્થાન નથી.