ગરવીતાકાત,અરવલ્લી: આવનાર દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગાહીના પગલે તંત્રએ પહેલાથી જ એલર્ટ રહીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરી દીધી છે. એનડીઆરએફની ટીમ અરવલ્લીના મોડાસામાં આવી પહોંચી છે. આકસ્મિત ઘટના સમયે કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તમામ જરૂરી સાધન સામગ્રી સજ્જ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી.