ગરવીતાકાત,બનાસકાંઠા: કુદરતી સૌંદર્યનો નજારો આમ તો જોવા માટે લોકો તરસતા હોય છે. પરંતુ પાલનપુર નજીક ગઠામણ ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસ પર  જોડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ફાર્મ હાઉસના માલિકે જણાવ્યું હતુ કે હંસની આ જોડીને તેઓ કાકોસી લાવ્યા હતા. હંસની આ જોડીમાંથી હાલમાં નવ જેટલા હંસા ભેગા થયા છે. તેઓ તેની સમયસર માવજત કરે છે આ હંસની જોડીઓને ખાવા માટે ઘઉં, રાજગરો જેવુ આપવામા અાવે છે. આમ ગઠામણ ગામ પાસે ફાર્મ હાઉસ પર રહેતી આ હંસોની જોડીઅો આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તસ્વીર અહેવાલ  જયંતિ મેતિયા બનાસકાંઠા 

બીજા સાથે સમાચાર શેર કરો.