પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત, મહેસાણા: પાંચોટ બસ સ્ટેન્ડ સામે, દેદિયાસણ જવાના માર્ગે મેસ્ટ્રો એક્ટીવા પર જતાં અચાનક સ્વીફ્ટ ગાડીના ચાલકે ટક્કર મારતાં મેસ્ટ્રોના ચાલકને જમણા પગે ઈજાઓ પહોંચાડીમાં પોલીસ ફરિયાદ થઈ હતી.

દેદિયાસણના રહીશ સુથાર રમેશભાઈ નારાયણભાઈ જેઓ ગઈકાલે પોતાની મેસ્ટ્રો એક્ટીવા પર જઈ રહ્યા હતા. તે દરમ્યાન સવારના સુમારે પાછળથી આવતી સ્વીફ્ટ જી.જે ૨૭ એ.પી. ૮૫૭૯ ની ગાડીના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં સુથાર રમશેભાઈ નારાયણભાઈને જમણા રહે. દેદિયાસણ એ સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલક વિરૂદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ જી.જે ર૭ એ.પી. ૮૭૭૯ નંબરની સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલક વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.