કલોલની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓની ૧ કરોડથી વધુ ફી માફ કરી

ગમ્યું તો આગળ શેર કરો.

રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે,ત્યારે ક્લોલની સ્વામિ નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓની૧કરોડની ફી માફી આપીને રચ્યો ઈતિહાસ. કોરોનાને લઈને ધોરણ ૧ થી ૧૨ના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી.નવા એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી પણ પ્રથમ સત્રની ફી નહિ લેવાનો કરાયો નિર્ણય. ત્યારે આ મામલે સ્કૂલનાં ડિરેક્ટરે જાણકારી આપી કે કોરોનાની મહામારીમાં સ્કૂલે સાચા અર્થમાં વિદ્યાર્થી હિતમાં વિચાર્યું. અમદાવાદમાં એક તફર સ્કૂલો ફી વસુલ ત્યારે સ્વામિનારાયણ સ્કૂલે ઉત્તમ દાખલો બેસાડ્યો. શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા લેવાયેલા નિર્ણયને સતા મંડળે માન્ય રાખ્યો. અમે નફા માટે નહીં શિક્ષણ માટે સ્કૂલ ચલાવીએ છીએ, કોરોનાની મહામારીમાં પ્રથમ સત્રની અમે તમામ વિધાર્થીઓની ફી માફ કરી.

ગમ્યું તો આગળ શેર કરો.