ડીસા તાલુકાના તાલેગંજ ગામના પ્રકાશભાઈ ધુડાભાઈ પાનકુટા(રબારી)ના ખેતરમાં બાજરીની અંદર દુર્ગંધ મારતા ખેતરમાં તપાસ કરતા કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી.આથી આ અંગે ખેતર માલિકે ભીલડી પોલીસને જાણ કરતા ઈન્ચાર્જ પીએસઆઇ એસ.વી.આહીરે ઘટના સ્થળે જઈ મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઈ હતી.
જે મૃતકની લાશના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થતા મૃતક ઠાકોર પિન્ટુજી સગરામજી રે.મોટાકાપરાવાળો તા.લાખણી ઉ.વ.૧૮ હોવાનુ માલુમ પડ્‌યુ હતો. મૃતક યુવક ચાર દિવસથી ઘરેથી નીકળેલ હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતુ. આ અંગે મૃતકના પરિવારને જાણ થતા ભીલડી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા જેઓને લાશનુ પીએમ કરાવીને મૃતદેહ વાલીવારસોને સોપવામાં આવ્યો હતો. આમ યુવકની શંકાસ્પદ મૂર્ત હાલતમાં લાશ મળી આવતા અનેક તર્કવિતર્ક ફેલાયા હતા. આ બનાવની વધુ તપાસ ભીલડી પીએસઆઇ ચલાવી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: