સુરેન્દ્રનગરના વાલમ પાર્કમાં રહેતા પરિવારના 3 બાળકો પાસેની રણજીત સોસાયટીમાં રવિવારે સવારે રમવા ગયા ત્યારે બનેલી ઘટના 5 કલાક બાદ પરિવારને માસૂમ ડૂબ્યા હોવાનું ખબર પડી  ગમગીની : ભાઇ-બહેનો સાથે રમતાં અન્ય એક ભાઇએ ડરના લીધે છેક સાજે દાદીને ડૂબવાની જાણ કરી, પરંતુ મોડુ થયું હતું બેદરકારી : બાજુની સોસાયટીમાં મકાન પાડવાનું કામ ચાલતું હતું ત્યાં ખુલ્લી ટાંકીને શનિવારે બંધ કરાઇ હોત તો માસૂમો બચી જાત 

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર વાલમ પાર્કમાં રહેતા અને ચોકદારી કરતાં પરિવારના બે બાળકો થોડે દૂર રણજીત સોસાયટીમાં રમતા રમતાં પહોંચ્યા હતાં. જ્યાં રવિવારે સવારે 11:30 વાગ્યે ખુલ્લી ટાંકીમાં પડ્યા હતાં. આ ભાઇ-બહેનો સાથે એક ભાઇ પણ હતો પરંતુ તેને ડરના લીધે કોઇને કહ્યું નહીં અને સાંજે દાદીએ શોધખોળ કરતાં સાંજે 4:30 ટાંકીમાંથી આ બંને માસૂમની લાશ મળી આવતાં પોલીસે લાશોને બહાર કાઢીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.

સુરેન્દ્રનગર વાલમ પાર્કમાં રહી મકાનની સાઇડ ઉપર ચોકીદારી કરીને ગુજરાત ચલાવતા ભૂપતભાઇ ગોહીલ અને રાજુબેન પુત્રના અવસાન બાદ તેના બે દિકરા અને એક દિકરીનો ઉછેર કરતા હતા. દરમિયાન રવિવારે ઘરની થોડે દુર રણજીત સોસાયટીમાં મકાન પાડવાનું કામ ચાલુ હતુ. ત્યાં ખુલ્લી પાણીની કુંડીમાં રમતા રમતા 7 વર્ષની જાગૃતિ વિજયભાઇ ગોહીલ અને તેનો 5 વર્ષનો ભાઇ નિતિન પડી ગયા હતા અને ડુબી જવાથી મોત થયુ હતુ.જેમને અંતીમ સંસ્કાર માટે ધોળકા લઇ જવાયા હતાં.

અનુમાન : ઉપયોગ ન થતી ટાંકીમાં લીલ થઇ હોવાથી બાળકો લપસતા બહાર ન આવી શક્યા અને કરુણાંતિકા સર્જાઇ

બંનેને ડુબતા જોઇ ડરી ગયેલો ભાઇ ઘરે આવતો રહયો હતો: ઘટના સ્થળે ભેગા થયેલા લોકોમાં એવી પણ ચર્ચા ચાલતી હતી કે, ત્રણેય ભાઇ બહેનો સાથે જ રમતા હતા. નાના ભાઇ બહેન ડુબી જતાં મોટાએ બચાવવાના પ્રયાસ પણ કર્યા પરંતુ બાદમાં ડરીના લીધે ઘરે જઇ કોઇને વાત કરી ન હતી.પરંતુ દિકરાઓ સાંજે પરત ન આવતાં દાદીએ ભુરાને પુછયુ કે તારા ભાઇ- બહેન ક્યાં ગયા. તો તેણે હકીકત જણાવી અને ત્યાં જઇ જોતા બંનેની લાશ કુંડીમાં તરતી હતી.

મારા સગા હાથે દિકરા દિકરીના મૃતદેહ બહાર કાઢવા પડયા, દાદી: મારા દિકરા વિજયના અવસાન પછી તેના આ ત્રણ સંતાનોને ઉછેરવાની અમારા ઉપર જવાબદારી હતી.મજુરી કામ કરીને પણ છોકરાને જરાય ઓછુ આવવા દેતા ન હતા. મેં પાણીની ટાંકીમાં જોયુ તો દિકરો અને દિકરી બંનેની લાશ તરતી હતી. જે જોઇ મારી આખો ફાટી ગઇ અને બુમો પાડી ઉઠી. મારા સગા હાથે તેમની લાશ કાઢવી પડી. બંનેના મોત થતા મરૂ તો બધુ જ લુંટાઇ ગયુ રાજુબેન, મૃતકના દાદી