• થાનમાં બુધવારે રાત્રે બનેલી ઘટના, પોલીસ તંત્ર ગુરુવારે સ્ટેન્ડ બાય રહ્યું 
  • 2 ઇજાગ્રસ્તને રાજકોટ રિફર કરાયાં જ્યાં એકે દમ તોડ્યો
  • આરોપીની ધરપકડ થઇ છે, અનિચ્છનીય બનાવ ન બને માટે વધુ પોલીસ તૈનાત કરાઇ

સુરેન્દ્રનગરથાનમાં સામાન્ય બાબતના ડખામાં થયેલી તકરારનો લોહીયાળ અંત આવ્યો છે. બુધવારની રાત્રીએ કરવામાં આવેલા હુમલામાં થાન પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ રાણીબેન પરમારના ભત્રીજા અને દલીત યુવાનની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. જયારે ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયાની ઘટનાના સમાજમાં ઘેરા પ્રત્યાધાતો પડયા હતા. આરોપીઓને પકડવાની માંગ સાથે મૃતદેહને પીપળાવાળા ચોકમાં મુકીને લાશનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા દોડધામ મચી હતી. ઉપરાંત ટોળાઓએ ટાયર સળગાવતાં થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઇ હતી. આથી પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી. સતત આઠ કલાકની સમજાવટ બાદ આરોપીઓ પકડાયાની ખાત્રી થયા બાદ મૃતદેહનો સ્વીકાર કરી અંતિમવિધિ કરી.

આરોપીની ધરપકડ
બુધવારે રાત્રે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડા બાદ યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ પરિસ્થિતી સંપૂર્ણ કાબુમાં છે. તેમજ વધુ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની પોલીસ ઉપરાંત જરૂર પડશે તો એસઆરપીની ટુકડી પણ તૈનાત કરવામાં આવશે મહેન્દ્ર બગડીયા, જિલ્લા પોલીસ વડા, સુરેન્દ્રનગર

થાનમાં 6 માસમાં 3 હત્યા
23-12-18 થાન મેલડી માતાના મંદિરમાં દારૂ પીવાની ના પાડતા સાધુની હત્યા
21-02-19 ઉંડવીમાં અગાઉના ઝઘડાના મનદુખ બાબતે પિતરાઇ ભાઇએ ભાઇને દારૂ પીવડાવી હત્યા કરી દીધી
12-6-19 સામાન્ય તકરારમાં દલીત યુવાનની હત્યા

ઘટનાક્રમ
બુધવારે રાત્રે 11.30- મફતીયાપરામાં ઝઘડો થયો
બુધવારે રાત્રે 11.45- ત્રણ રાઉન્ડ ફાયરીંગ
બુધવારે રાત્રે 12.00- 2 ઘાયલને હોસ્પિ. લવાયા
ગુરૂવારે સવારે 12.15- રાજકોટ રીફર કરાયા
ગુરૂવારે સવારે 07.00- 1 યુવાનનું મોત
ગુરૂવારે સવારે 10.30- લાશ પીપળાચોકમાં મુકી
ગુરૂવારે સવારે 03.00- આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક
ગુરૂવારે સવારે 05.00- ટોળાએ ટાયર સળગાવતા હળવો લાઠીચાર્જ
ગુરૂવારે સવારે 06.00- પરિવારે મૃતદેહ સ્વીકાર્યો.

બીજા સાથે સમાચાર શેર કરો.