અગાઉ પોલીસે ગેંગના 11ને ઝડપી પાડ્યા હતાઆરોપી પાસેથી 15 એટીએમ સહિતનો જથ્થો મળ્યો

સુરતઃશહેરમાં સસ્તામાં સોનું વેચવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરનારી ગેંગનો માસ્ટર માઈન્ડ બિહારના રાંચીથી ઝડપાયો છે. પોલીસે સોનાના નામે ઠગાઈ કરનારા ગેંગના મુખ્ય સુત્રધાર પાસેથી 15 એટીએમ, 8 પાસબુક, 13 મોબાઈલ સહિત 25 હજારની મત્તા કબ્જે કરી છે. હાલ ડીસીબી પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ 11 આરોપી ઝડપાયેલા: સસ્તા ભાવમાં સોનું વેંચવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ અગાઉ 11 આરોપી ઝડપાયા હતાં. જો કે, માસ્ટરમાઈન્ડ ફરાર હતો. આથી ડીસીબી પોલીસે ટીમ બનાવીને મુખ્ય આરોપીને બિહારના રાંચીથી ઝડપી પાડ્યો હતો. આ ટોળકીની તપાસમાં રાંદેરમાં થયેલ 23 લાખની છેતરપિંડીનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે. ડીસીબી પોલીસે ગેંગના 11 લોકોની ધરપકડ કરી હતી. હાલ આ કેસમાં મુખ્ય આરોપી ઝડપાતા વધુ ગુના ઉકેલાય તેવી શકયતાઓ દેખાય રહી છે.COMMENT

Contribute Your Support by Sharing this News: