જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી ધરપકડની માંગ યુવતીના પરિવારજનો સહિત લોકોની ન્યાયની માંગ

સુરતઃપુણા ગામ વિસ્તારમાં શુક્રવારના રોજ લોખંડના ઈલેક્ટ્રીક થાંભલાને અડકતા કાજલ નામની યુવતીનું મોત થયું હતું. ડીજીવીસીએલની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે પરિવાર અને સમાજ સહિત શહેરના લોકોએ સ્મિમેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. યુવતીનું ગઈકાલે મોત થયું હોવા છતાં પરિવારે બીજા દિવસે પણ મૃતદેહ સ્વિકાર્યો નથી. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ બહાર બેસી ગયા હતાં.