સુરતના સરથાણામાં શુક્રવારે તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે. ઘટનાને લઈને આખુ સુરત હિબકે ચડ્યું છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં 21ના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્લાસીસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી છે અને ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બિલ્ડર હરસુલ અને જિજ્ઞેશ હજુ સુધી ફરાર છે. સુરતમાં તમામ ક્લાસિસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાઇ હતી પરંતુ ક્લાસિસમાં જવાનો કોઇ રસ્તો નહોતો મળ્યો. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકા લગાવ્યા હતા.આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. મુંખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પાસ દ્વારા શનિવારે સુરત બંધનું એલાન અપાયું છે.સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. અને શહેર તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા સર્વે કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી અંગે નોટિસો આપવામાં આવ્યા છે. ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યાં સુધી શરૂ કરવામાં દેવામાં આવશે નહી. ફાયર વિભાગની કઈ 6 ભૂલને કારણે બની આટલી મોટી દુર્ઘટના
સ્મીમેર હોસ્પિટલમાં પોતાનાં વ્હાલસોયાનાં મૃતદેહ પરિવારજનોએ મન પર પથ્થર મુકીને શોધ્યાં હતાં. કલ્પાંતનો અવાજ એટલો હતો કે, સાંભળીને કોઈનું પણ મન હચમચી જાય. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક 21 સુધી પહોંચ્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં પોતાનાં વ્હાલસોયાનાં મૃતદેહ પરિવારજનોએ મન પર પથ્થર મુકીને શોધ્યાં હતાં. કલ્પાંતનો અવાજ એટલો હતો કે, સાંભળીને કોઈનું પણ મન હચમચી જાય. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક 21 સુધી પહોંચ્યો છે.હોસ્પિટલમાં એકસાથે મુકેલા મૃતદેહોને શોધવા પરિવારજનોએ ઘડિયાળ, બુટ્ટી, વીંટી, મોબાઈલ, પહેરેલા કપડાં, અંડર ગાર્મેન્ટનો આધાર લઈને પોતાના બાળકોને શોધી રહ્યા હતાં. આ વિદ્યાર્થીઓ ઘરેથી નીકળ્યાં ત્યારે કયા રંગનાં કપડાં પહેર્યાં હતાં તે યાદ કરી કરીને મૃતદેહો શોધતા હતાંસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મુકેલા મૃતદેહને ઓળખતા પરિવારજનોને જોતાં કોઈનું પણ મન રળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનાના પડઘા આખા સુરત સહિત દેશમાં પડ્યાં હતાં.