સની દેઓલ ના પુત્ર કરણે તેની મમ્મી નો ફોટો કર્યો વાઇરલ

ગમ્યું તો આગળ શેર કરો.

         સની દેઓલ હાલમાં ગુરદાસપુર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, લોકો ટ્વીટર અને ગૂગલ પર તેમની સાથે જોડાયેલી માહિતી શોધી રહ્યા છે, એવામાં ગૂગલથી પણ ભૂલ થઈ ગઈ અને તેણે કન્નડની જાણીતી અભિનેત્રી પૂજા ગાંધીને સનીની પત્ની પૂજા દેઓલ બતાવી દીધી હતી.સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમહવે સનીની પત્ની પૂજાના ફોટો પરથી સસ્પેન્સ ઉઠી ચૂક્યુ છે કારણકે તેમનો ફોટો હવે સોશિયલ મીડિયા પર સામે આવી ચૂક્યો છે કે જે સની અને પૂજાના મોટા પુત્ર કરણ દેઓલે શેર કર્યો છે.ચૂંટણી પ્રચાર ચરમ પર છે. જે દિવસથી સનીએ રાજકારણાં આવવાનું એલાન કર્યુ છે એ દિવસથી સની વિશે જાણવા માટે લોકોમાં હોડ મચી છે. વાસ્તવમાં કરણે ‘મધર્સ ડે’ ના દિવસે પોતાની મા અને ભાઈ રાજવીર સાથે પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો છે.સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો તમારા વિના હું જીવનમાં અસહાય છુ માઃ કરણ દેઓલ શેર કરાયેલ ફોટોમાં તેમની મમ્મી એટલે કે સનીની પત્ની પૂજા દેઓલ છે. કરણે આ ફોટો શેર કરીને લખ્યુ, ‘તમારા વિના હું જીવનમાં અસહાય છુ. મારા માટે તમે હંમેશા સંપૂર્ણ છો.’ કરણે શેર કરેલો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો સનીના લગ્નને છૂપાવીને રાખવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સનીએ પોતાની પર્સનલ લાઈફને હંમેશા મીડિયાથી દૂર રાખી છે. જે રીતે તેમની મા અને ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ

કૌર વિશે લોકો બહુ ઓછુ જાણે છે એ જ રીતે સનીની પત્ની પૂજા દેઓલ વિશે પણ લોકોને વધુ કંઈ ખબર નથી. પૂજા દેઓલ ફિલ્મી પાર્ટીઓમાં પણ જોવા મળતી નથી. સની અને પૂજાના લગ્ન લંડનમાં થયા હતા અને આ અરેન્જ્ડ મેરેજ હતા. જો કે સની અને પૂજા બાળપણથી એકબીજાને જાણતા હતા કારણકે બંનેના પરિવાર વચ્ચે બિઝનેસ રિલેશનશીપ હતી.સની દેઓલની પત્ની પર સસ્પેન્સ ખતમ, પુત્ર કરણે શેર કર્યો પોતાની મમ્મીનો ફોટો સની અને પૂજાને લગ્નથી બે બાળકો કરણ અને રાજવીર છે સની અને પૂજાને લગ્નથી બે બાળકો કરણ અને રાજવીર છે. કરણ દેઓલ હવે હિંદી સિનેમામાં ડેબ્યુની તૈયારીમાં છે. તેમની હીરો તરીકે પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ રિલીઝ થવાની છે. આને સની દેઓલ નિર્દેશિત કરી રહ્યા છે. જ્યારે કરણનો નાનો ભાઈ રાજવીર હજુ મીડિયાથી દૂર પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે કરણના બોલિવુડમાં એક સારા ડેબ્યુ બાદ સની દેઓલ રાજવીરને પણ લૉન્ચ કરશે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો