માનશીક તણાવની વચ્ચે ઘણા લોકો પોતાનુ જીવન ટુંકાવવાને એકમાત્ર માર્ગ સમજતા હોય છે જેમાં આજે ફરિવાર એક માનશીક ત્રાસના કારણે આપઘાતનો કીસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. અહિની હોસ્પીટલમાં ફરજ બજાવતી એક 28 વર્ષની નર્સે આપઘાત કરી પોતાનુ જીવન ટુંકાવ્યુ છે. નર્સે આપઘાત પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં તેને જણાવ્યુ હતુ તે સિવિલ હોસ્પીટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને વારંવાર માનશીક ત્રાસ મળતો હોવાથી તે આ પગલુ ભરી રહી છે.

આ પણ વાંચો – અંબાજી દર્શનાર્થે જઈ રહેલ પરીવારનો અકસ્માત, કારમાં આગ લાગતા ત્રણ ના મોત

નવસારી જીલ્લાના વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી  મેઘા નામની 28 વર્ષીય યુવતીએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. આ ઘટનાની જાણ વિજલપોર પોલીસને થતા તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને યુવતીના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પીટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ આપઘાતના સાચા કારણોને જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર તેમની દીકરી ઘણા સમયથી ડીપ્રેશનમાં રહેતી હતી. જે ડીપ્રેશનનુ કારણ સીવીલ હોસ્પીટલના ઉચ્ચ અધિકારીઓ હોવાના આક્ષેપ પરિવારના લોકો કરી રહ્યા છે. યુવતીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખેલી જેમાં તેને નવસારી સીવીલ હોસ્પીટલના મેટર્ન અને સિવિલ સર્જનનો ઉલ્લેખ કર્યો છે. જેને પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Contribute Your Support by Sharing this News: