આત્મહત્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. દોઢ બે મહિના અગાઉ કોઈ સાથે માથાકૂટ થયેલી મિત્રને ફોન કરીને રડી પડ્યા બાદ આપઘાત

ગરવીતાકાત સુરતઃ વલસાડ નગર પાલિકાની બાજુમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો પટાવાળાએ લોકર રૂમમાં મંગળવારે ફાંસો ખાધો હતો. બેંકમાં ફાંસો ખાતા અગાઉ યુવકે તેના મિત્રને ફોન કરીને , કંટાળી ગયો છું. સ્મશાને મુકવા આવજે તેવું કહ્યું હતું. જેથી તેના મિત્રને આપઘાતની જાણ થતાં તે પણ બેંક પર આવી ગયો હતો.

ફોન પર રડી પડેલો: બેંકમાં પટાવાળા સાથે રિક્ષાચલાવતા રાજુ નામના યુવકે આપઘાત કરતાં અગાઉ તેના મિત્ર જયેશ યાદવને ફોન કર્યો હતો જેમાં તેણે છેલ્લે કહેલું કે, સ્મશાને મુકવા આવજે આટલું બોલી તે રડી પડેલો. જયેશે તું ક્યાં છે તેવું પુછ્યું ત્યારે ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં જ્યેશને જાણ થતાં તે બેંક પર આવ્યો હતો. જ્યાં જયેશે કહ્યું હતું કે, એક દોઢ મહિના પહેલા તેને કોઈ સાથે માથાકૂટ થઈ હતી જેની અરજી પણ પોલીસમાં આપી હતી કોઈ રાજુને ધમકી આપતું હોવાનું પણ તેણે જણાવ્યું હતું.