બહારથી આવેલા વિદ્યાર્થીઓ અગાઉથી આવી ગયેલ હોય હેરાનગતિ ભોગવવી પડી હતી 
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાનાર છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના ઉમેદવારો પરીક્ષાના ટાઇમમાં ફેરફાર થવાથી અટવાયા છે. સમય ફેરફારના નિર્ણયથી ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી હતી.
આજે સમગ્ર ગુજરાતમાં gpsc ની પરીક્ષા લેવાનાર છે. પોલીસ ઇન્સ્પેક્ટરો માટેની આ પરીક્ષામાં ઉમેદવારો છેલ્લી ઘડીએ સમય બદલાતા અટવાયા હતા. પરીક્ષાનો સમય 10 થી 1 વાગ્યા નો હતો. પરંતુ સરકારે ગઈકાલે મોડી રાત્રે પરિપત્ર કરી અચાનક સમય 3 થી 6 નો કરી નાખ્યો હતો. જો કે બનાસકાંઠામા 55 કેન્દ્રો પર 17713 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જે પરિક્ષાર્થીઓ વહેલા આવી જતા અટવાયા હતા. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પરિક્ષાના સમયમા થયેલ ફેરફારથી અજાણ પરિક્ષાર્થીઓ વહેલી સવારે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સમયસર પહોંચવા ભૂખ્યાને તરસ્યા પરોઢિયે ઉઠીને આવેલા પરિક્ષાર્થીઓ એ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. સમય મોડો કરાતા દૂરથી આવતા પરિક્ષાર્થીઓને પરત જવામાં પણ તકલીફ પડશે. ત્યારે  gpscની પરીક્ષામા છબરડાને લઈ ને પરિક્ષાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: