ગરવીતાકાત બોલિવૂડ ડેસ્ક: વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લંડન અને દુબઇમાં તેમના ફિલ્મના શૂટિંગમાં સતત વ્યસ્ત છે. ‘એની બડી કેન ડાન્સ’ (ABCD) સિરીઝની આ ત્રીજી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં ફરી વખત પ્રભુદેવાનું ડાન્સ પર્ફોર્મન્સ હશે. ઓરિજિનલ સોન્ગ એ.આર. રહેમાને 1999માં બનાવ્યું હતું જેમાં માધુરી દીક્ષિત અને પ્રભુદેવાએ પર્ફોર્મ કર્યું હતું. ત્યારબાદ આ સોન્ગ પર જ પ્રભુદેવાએ ફિલ્મ ‘એની બડી કેન ડાન્સ’ (2013)માં ઓન સ્ક્રીન ડાન્સ પર્ફોર્મ કર્યું હતું. હવે ફરીવાર તેણે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ માટે પણ આ સોન્ગ પર જ ડાન્સ પર્ફોર્મ કર્યું છે.

આ ફિલ્મમાં તે એક મિનિટ સુધી ઓન સ્ક્રીન ડાન્સ કરતાં જોવા મળશે. આ ફિલ્મ માટે તનિષ્ક બાગચીએ ઓરિજિનલ સોન્ગ પર ફરી કામ કર્યું છે. ફિલ્મનો આટલો હિસ્સો દુબઈમાં શૂટ થઇ ગયો છે. પ્રભુદેવાએ તેના પર્ફોર્મન્સથી બધાને ફરી મંત્રમુગ્ધ કરી દીધા હતા. સેટ પરની ટીમે જણાવ્યું કે, પ્રભુદેવાએ એક જ શોટમાં આખું શૂટિંગ પૂરું કરી દીધું હતું.

‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મને રેમો ડિસુઝા ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વરુણ અને શ્રદ્ધાની સાથે નોરા ફતેહી, સોનમ બાજવા, ધર્મેશ, શક્તિ મોહન અને વર્તિકા લીડ રોલમાં છે. ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

Contribute Your Support by Sharing this News: