કોરોનાની વર્તમાન પરિસ્થિતી એટલી ગંભીર છે કે, આસપાસની પરિસ્થિતી અને વિવિધ મીડીયા એહવાલથી નકારાત્મક માહોલ જેવા વાતાવરણનુ સર્જન થયુ છે. જેમાં કેટલાક દર્દીઓ નકારાત્મક માહોલને પગલે કોવીડ સંક્રમણમાં સપડાઈ જતાં માનશીક રીતે હારી જતા હોય છે. આ નકારાત્મકતા તેમને કદાચ મોતના મોઢા તરફ લઈ જવાનુ કામ કરી શકે છે.  પરંતુ બોપલના ભરત રાવલ નામના શીક્ષક જ્યારે સંક્રમણ થયા ત્યારે તેઓ માનશીક રીત હારી જવાને બદલે મનને બીજી તરફ ડાયવર્ટ કરી વોટર પેઈન્ટીગ કરવાની શરૂઆત કરી હતી. હાલ તેઓ 14 દિવસ ક્વોરોન્ટાઈન પુરો કરી સાજા થયા છે ત્યારે તેમનુ શુ કહેવુ છે, ચાલો જાણીયે.

તારીખ ૪-૫-૨૧ ના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.ડો.ના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ થઈ.ઘરમાં જ કોરોન્ટાઇન રહેવાનું હતું.કોરોનાના બધાજ લક્ષણો એનું કામ કરતા હતા.મેં પણ મનોમન નક્કી કર્યું કે ૧૪ દિવસ સુધી આમ પથારી માં રહેવાથી તો હું માનસિક રીતે વધારે બીમાર થઈ જઈશ. મેં વોટર કલર થી પ્રથમ પેન્ટીગ બનાવ્યું.

મારા મિત્રો અને સ્કૂલના સાથીઓને મોકલ્યું. બધાને ગમ્યું. આ બધામાં કોરોના વિસરાઈ ગયો. એ વખતેજ મેં મનોમન નક્કી કર્યું કે ૧૪દિવસ રોજ એક પેંટિંગ બનાવવું.બહાર જઈને લાઈવ કામ થઈ શકે તેમ ન હતું માટે મેં કેટલાક ફોટોગ્રાફ માંથી કામ શરૂ કર્યું.દરરોજ કામ કરતાં મને બીજો કોઈ વિચાર ન આવતો.હું રોજ એજ વિચારતો કે કાલે કયું પેંટિંગ બનાવીશ.આજે મારો કોરોન્ટાઇન ટાઈમ પૂરો થયો અને મારો રિપોર્ટ પણ સારો આવ્યો. ડો.પોતે પણ સ્વીકાર્યું કે પોસિટીવ ક્રિએટિવિટી કરવાથી ઝડપથી સાજા થવાય છે. મારા આ કામ માં મને ઉત્સાહિત કરનાર મારા મિત્રો મારા ગુરુજનો અને મારા પરિવાર નો ખુબજ આભારી છું .

Contribute Your Support by Sharing this News: