તીડને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકારના સક્રિય પ્રયાસો : આર.સી.ફળદુ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૨૭ 

બુધવારની સાંજે થરાદ તાલુકાના આંતરોલ, રડકા, નારોલી અને આજાવાડા ગામોમાં રાત્રી રોકાણ કરતાં લોકેશન ટ્રેસ કરી તંત્રએ દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી. આ અંગે થરાદની ખેતીવાડી કચેરીના મદદનીશ ખેતી નિયામક એમ.જી ઉપલાણાએ જણાવ્યું હતું કે ગુરુવારે નારોલી રડકાની સીમમાંથી રાજસ્થાનના શીલું ગયા બાદ તીડ ફરી પાછાં ગુજરાતની બોર્ડરમાં  બેટલીયા,વાઘાસણ,સવરાખા, કરબુણ, રડકા વાંતડાઉ  જેવા ગામોમાં આવી ગયાં હતાં. અને ગુરુવારની સાંજે બેટલીયા, વાઘાસણ સવરાખા અને કરબુણ ગામની સીમમાં રાત્રી રોકાણ કર્યું હતું. જ્યારે કેન્દ્ર સરકાર અને સ્થાનિક મળીને ૧૪ ટીમો કાર્યરત હતી.પરંતુ તીડે રાજસ્થાનમાં પ્રવેશ કરતાં રાજસ્થાન સરકારની પાંચ ટીમો બોર્ડર ઉપર નિયંત્રણ માટે ગુજરાતની મદદે આવતાં કુલ ૧૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની સાથે આ બધી ટીમોએ  (૩૫ ટ્રેક્ટરમાં) પંપની મદદથી (કેન્દ્રની ૧૯ ટીમોએ) ૭૨૦ તથા (ગુજરાત સરકારની) ૩૫ ટીમોએ ૪૧૦ હેક્ટર જમીનમાં ગુજરાત સરકારની દવાનો છંટકાવ કર્યો હતો. આ ટીમો દ્વારા ૩૫ થી ૪૦ ટકા તીડનો નાશ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવવામાં આવ્યું હતું. જ્યારે વડગામ વાળું ઝુંડ પાલનપુરના ગોઢ બાજુ ,જડીયાળીનું પાલનપુર અને વિઠોદરનું ડીસા ગયું હતું .તેમજ સુઇગામમાં ટ્રેસ થયેલું સુઇગામમાં રાત્રિરોકાણ કર્યું હતું. જ્યારે વાવના દેથળી સવપુરા તરફથી થરાદના ડોડગામ પટ્ટામાં આવતું હોવાના અહેવાલ પ્રસરતાં ખેડુતોમાં ભારે ફફડાટ સાથે દોડધામ મચવા પામી હતી. તંત્રની આ કામગીરી વચ્ચે ગુરૂવારની સવારે રાજ્ય સભાના સાંસદ જુગલ કિશોર મથુરજી લોખંડવાલા તથા ગુજરાત ક્ષત્રીય ઠાકોર વિકાસ સંધ બનાસકાંઠાની ટીમ સાથે સાંસદ પરબતભાઇ પટેલ ઉપરાંત દિલ્લીથી કેન્દ્રની ટીમ, બનાસકાંઠાના જિલ્લા કલેકટર દિલીપ સોંગલે ડીડીઓ, જીલ્લા ખેતીવાડી અધિકારી,રાજયના ખેતીવાડી નિયામક તથા થરાદના નાયબ કલેકટર વી.સી બોડાણા તથા સાંજે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ પુર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી તીડ પ્રભાવિત બેટલીયા, નરોલી, રડકા વિસ્તારની મુલાકાતે દોડી આવ્યા હતા.

નારોલીના  સરપંચ શેતાનસિંહ ચૌહાણે તીડથી પ્રભાવિત દરેક ગામડાના ખેડુતને ઓછામા ઓછા ૨ લાખ અને ખેતરમા ખેતમજુર તરીકે કામકરતા ભાગીયાને ઓછામા ઓછા ૧ લાખ રુપિયા આપવામાં આવે તેવી મળે તેવી માંગ કરી હતી. જ્યારે ખેતમજુર (ભાગિયા) તરીકે કામ કરતા ઠાકોર વસરામજી મોહનજીએ અમે ભાગીયા તરીકે પૈસા વ્યાજવા લાવી કાળી મજુરી કરી જીરુ,એરંડા,રાયડુ જેવા પાકોનુ વાવેતર કર્યુ હતુ. એ બધુ નાશ પામતા ખાતેદારને તો સહાય મળશે પરંતુ ભાગીયાને એની મજુરીનો ચોથો ભાગ સરકાર દ્વારા આપવામા આવે તેવી માંગ કરી હતી.તીડ આ દવાથી કંઇ મરતા નથી પણ અમને નહી સહાય મળે દવા પીવાનો વારો આવે એવુ લાગે છે તેમ જણાવ્યું હતું. ખેડુતોના પાકો અને ખેતરોની દશાની મુલાકાત લીધા બાદ જુગલજી રાઠોડે ખેડુતોને સાંત્વના આપતાં જણાવ્યુ કે સરકાર દ્વારા ૩૭૯૫ કરોડની સહાય જાહેરાત કરાઇ છે. પરંતુ જેમ જરુર જણાશે તેમ સરકારની નિતિપ્રમાણે નક્કી કરી પ્રભાવિત વિસ્તારના ખેડુતોને સહાય આપવામા આવશે.  જ્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ જણાવ્યું હતું કે મશીનો,કોઇક ખેડુતે નવા કિમિયો અજમાવી બાઇક ચાલુ કરીને તો કોઇએ થાળી,તગારા,ધુમાડો વગેરે કરી તિડ ઉડાડયા હતા. આજે ૩૫ જેટલા ટ્રેકટર કામે લગાડયા છે અને આજે ૩૫% જેટલો નાશ થયો છે. તેમણે ખેતીવાડી વિભાગના અધિકારીઓને એક સ્પ્રેની ગાડી સાથે ૨ ટ્રેકટર સાથે રાખી છંટકાવ કરવાની સુચના આપવામાં આવી અને રીઝલ્ટ મળવુ જોઇએ ખેડુતોને સાથે રાખી કામ કરવું તેમ જણાવ્યુ હતુ. જ્યારે કેન્દ્રની ટીમે આજે રડકા,નારોલી વિસ્તાર ખુબ પ્રભાવિત છે અને દવાનો છંટકાવ ચાલુ છે. રાજય અને કેન્દ્ર સરકાર બંને કામગીરીમા કટીબધ્ધ છે તેમ જણાવ્યું હતું. જ્યારે ગુરૂવારની સાંજે થરાદ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે મિટિંગ કરીને  રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુ પુર્વ મંત્રી શંકર ચૌધરી સાથે પહોચ્યા હતા. તેમણે પણ ખેડુતો અને ગામોની મુલાકાત લીધી હતી. તેમજ  રાજસ્થાન તરફથી ત્યાંના ખેડુતોને નુકશાન કરીને તીડ ગુજરાતમાં આવે છે.જે મોટા પ્રમાણમાં નુકશાન કરી રહ્યાં છે.આથી રાજસ્થાન સરકારે પણ કેન્દ્ર સરકાર જોડે રજુઆત કરવી જોઈએ અને  કેન્દ્ર સરકાર પણ ખેડુતો માટે જરૂર રાજસ્થાન સરકારને મદદ કરશે. તેમજ પોતે પણ રાજસ્થાન સરકારને લેખિતમાં રજુઆત કરશે કે આવા તીડોને રાજસ્થાન સરકારે પણ નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરવી જોઇએ તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ભુતકાળમાં પણ સરકાર ખેડુતોના સાથે હતી અને ત્યાર પછી સાથે રહેશે તેમ જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમો  કામ કરી રહી છે પણ તીડ હજુ નિયંત્રણમાં આવ્યો નથી તેના માટે અમે વધુ ટીમો અને ખેડુતોના ટ્રેકટર ભાડે લેવાની જરૂર પડે તો પણ લેશું અને બને તેટલા વહેલા તીડ કાબુમાં આવે તેવા પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડોએ આતંક મચાવ્યો છે. થરાદના નારોલી, રડકા,આંતરોલ સહિતના ૧૦ ગામોમાં તીડોએ ખેડૂતોના પાકનો સફાયો બોલાવ્યો છે. જેને લઈને  ખેડૂતો બરબાદ થઈ ગયા છે.  મોટી સંખ્યામાં આવેલા તીડોના ઝુંડને તંત્ર દ્વારા તીડ નિયંત્રણ કરવા ફાલકન મશીન સહિત અનેક ટ્રેક્ટરો અને ગાડીઓ દ્વારા તીડ નિયંત્રણની ૩૩ ટીમ તીડોના ઝુંડ ઉપર દવાનો છંટકાવ કરવાની કામગીરી કરી રહ્યા છે.  પરંતુ તીડોની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી તીડોનો કંટ્રોલ કરવો ખુબજ મુશ્કેલ છે. આથી ભાગીયાઓને પણ સાચવવાના હોઇ કેટલાક ગામોના ખેડુતોએ તીડના કારણે ઉજ્જડ બનેલા તેમના ખેતરોમાં ફરીથી ખેડાણની શરૂઆત કરીહતી. આ અંગે કાસવીના સરપંચ શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે રવિપિયતની સિઝનતો હવે જતી રહી છે.પણ ખેડુતો ઘઉંનું વાવેતર કરી શકશે.

ગમ્યું તો આગળ શેર કરો.