વાવ તાલુકાના છેવાડાના કેટલાક ગામોમાં નમૅદા નું પાણી ના મળતાં ખેડૂતો ના રવિ પાક પર ખતરો  છે ખેડૂતો માં રોષ ભભૂકી ઉઠયો

ગમ્યું તો આગળ શેર કરો.

વાવ તાલુકાના છેવાડા ના વિસ્તારોમાં ખેડુતો ના ખેતરો માં જીવાદોરી સમાન કેનાલો બનાવામાં આવી છે ખેડૂતો ના કાળજા ના ટુકડા સમાન જમીન ખેડૂતો એ નર્મદા નિગમની આપી દીધી છે એજ કેનાલમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતો માં રોશ ભભૂકી ઉઠયો છે.જોકે વાત કરીએ વાવ તાલુકાની તો વાવ તાલુકાના  સરહદના સીમાડે આવેલ કેટલાય ગામોમાં કેનાલનું પૂરતું પાણી ના મળતા ખેડૂતોના આજીવિકા ગણાતો મહામુલો પાક નષ્ટ થયા પામ્યો છે નર્મદા નિગમના ભસ્ટ અધિકારી ઓ અને અણધર નીતિ ના કારણે છેડાના ખેડૂતોને પાણી પોકતું નથી છેલ્લા દોઢેક માસ થી વાવના બાલુત્રી આકોલી ચોથાનેસડા રાછેણા લોદ્રાણી ચદનગઢ જેવા અનેક ગામોમાં પૂરતું પાણી મળતું નથી રવિસિઝન માં એકજ વાર પાણી મળવાથી ખેડ ખાતર ને બિયારણ નાખીને ખેડૂતે પાક ઉગતો તો કર્યો પરંતુ હવે પાણી ક્યાં ..?પાણી વગર ખેડૂત નો ઉભોપાક મહામુલો પાણીના મળવાથી મૃત હાલતમાં છે જો આ ગામોને નર્મદાનું પાણી દિન પાંચ માં નહિ મળે તો ખેડૂત ને મસમોટું નુકસાન થશે.

જોકે વાત કરીએ ખેડુત ની તો છેલ્લા પોચ વર્ષ થી ગ્રહદશા બેઢી હોય તેવું લાગી રહ્યું છે કયારેક પુર્ તો કયારેક દુષ્કાળ કયારેક અતિવૃષ્ટિ તો કયારેક તીડનું આક્રમણ ખેડૂત આપત્તિ ઓ થી ઘેરાયો છે ત્યરે બીજી આપત્તિ નર્મદાની નહેર માથાના દુઃખાવા સમાન બની ગયેલી આ કેનાલો ખેડૂતો ના કાળજા કંપાવી રહી છે ક્યાંક તૂટે છે તો ક્યાંક છલખાય છે ક્યાંક ખેડૂતો ને જાતે સફાઈ કરવી પડે છે તો ક્યાંક પાણી પોહચતુ નથી ત્યારે ખેડૂતો ને ખેતી કરવી કે આ આપત્તિઓ સામે જજમવું તેજ સમજાતું નથી ખેતરનું કામ છોડીને ખેડૂતો જાતે સફાઈ કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કેનાલોની સફાઈ માટે આવેલી ગ્રાન્ટ જાય છે ક્યાં તે સમજાતું નથી ખેડૂતો સરકાર થી નારાજ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી સરકાર સત્વરે નર્મદા નિગમના અધિકારી નું છ ગામો નું ધ્યાન દોરાવે અને બે દિવસમાં છેવાડે સુધી પાણી પોકાડે તેજ ખેડૂત હિત છે નહીતો ખેડૂતો નો મહામુલો પાક બચાવો મુશ્કેલ છે અને ખેડૂતો પાયમાલ થાય એવી સ્થિતિ માં છે તેવું ચોથાનેસડા ના ખેડૂત ભીખાભાઇ પરમારે જણાવ્યું હતું.

એહવાલ: વસરામ ચૌધરી થરાદ

ગમ્યું તો આગળ શેર કરો.