ભ્રષ્ટ અધિકારીઓને કુલ બીલની અમુક ચોક્કસ રકમ આપવાની હોવાથી જ સીવીલ કેન્ટીનમાં મીલ્સની ક્વોલીટી જળવાઈ રહેતી નથી. આવા ભ્રષ્ટ અધિકારી અમદાવાદની સોલા ખાતેની સીવીલ એસીબીના હાથે ઝડપાયા છે. અમદાવાદની સોલા સ્થિત સીવીલ હોસ્પીટલના આર.એમ.ઓ. ઉપેન્દ્ર પટેલ તથા વહિવટી અધિકારી શૈલેષ પટેલ કેન્ટીનના કોન્ટ્રાક્ટર પાસેથી 8 લાંખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જેમાં સીવીલના અધીકારીઓ બિલ મંજુર કરવા બાબતે કેન્ટીનના કોન્ટ્રાક્ટર પાસેથી બીલ ના 30 ટકા રકમની માંગ કરતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.

સોલા ખાતેની સીવીલ હોસ્પીટલમાં ચાલી રહેલી કેન્ટીનના કોન્ટાક્ટર તેમના બીલની 1,18,00, 000 રકમને મંજુર કરવા માટે ગયેલા ત્યારે અહિના આર.એમ.ઓ. ઉપેન્દ્ર પટેલ તથા વહીવટી અધિકારી શૈલૈષ પટેલે બીલના 16 ટકા રકમની માંગ કરી હતી. તથા તેમના આ કોન્ટ્રાક્ટને એક્ષટેન્ડ કરવા માટે એટેલે કે તેમના કોન્ટ્રાક્ટને બીજા 3 વર્ષ માટે વધારી આપવા બાબતે પણ 2 લાખની માંગ કરી હતી. જેથી કેન્ટીનના આ કોન્ટ્રાક્ટરે કંટાળી એસીબીને જાણ કરી હતી. 

આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો

જેમાં 1.18 કરોડ રૂપીયાના 16 ટકા એટલે કે 16 લાખ તથા કોન્ટ્રાક્ટને 3 વર્ષ માટે એક્ષટેન્ડ કરવાના બીજા 2 લાખ એમ કુલ 18 લાખની ડીલ આ સીવીલના અધિકારીઓએ કરી હતી. જે બાબતે કોન્ટ્રાક્ટર અને સીવીલના આરએમઓ તથા વહીવટી અધિકારી વચ્ચે આ પૈસાની લેવડ – દેવડ થવાની હતી. જેમાં એસીબીના છટકામાં આ બન્ને અધિકારીઓ ઉપેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલ રંગેહાથે 8 લાખ લેતા ઝડપાઈ ગયા હતા. જેથી આ બન્ને ભ્રષ્ટ અધિકારીઓની 8 લાખ રૂપીયા સહીત ધરપકડ કરી લેવામાં આવી છે. 

અગાઉ આ સોલા સીવીલના આર.એમ.ઓ. તથા વહીવટી અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર પાસે 30 ટકા જેટલી મોટી રકમની માંગ કરવામાં આવી હતી પરંતુ બન્ને વચ્ચે છેવટે 16 ટકા રકમની ડીલ નક્કી થઈ હતી.

Contribute Your Support by Sharing this News: