પાલનપુરના આકેસણ નજીકથી ત્રણ લાખના ડ્રગ્સ સાથે આરોપીઓને એસ.ઓ.જી.એ દબોચી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજસ્થાન પાર્સિંગની સ્વીફ્ટ ગાડીમાંથી ત્રણ લાખ રૂપિયાનું ૩૦ ગ્રામ ડ્રગ્સ ઝડપી લીધું

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો જિલ્લો છે. જેને લઇ રાજસ્થાનમાંથી અવાર-નવાર દારૂ અફીણ જેવા કેફી દ્રવ્ય બનાસકાંઠા જિલ્લા ની સરહદો થી ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. જેમાં ઘણી વાર બનાસકાંઠા પોલીસે દારૂ અફીણ ચરસ ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોની હેરાફેરી ના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. ત્યારે આજરોજ ફરીથી પાલનપુર એસ.ઓ.જી પોલીસ ને એક મોટી સફળતા સાંપડી છે.

પાલનપુર એસ.ઓ.જી પોલીસે પાલનપુરમાં આકેસણ નજીકથી રાજસ્થાન પાર્સિંગની સ્વીફ્ટ ગાડીમાંથી ત્રણ લાખ રૂપિયાનું 30 ગ્રામ ડ્રગ્સ ઝડપી લીધું છે. સ્વીફ્ટ ગાડી અને ડ્રગ્સ સાથે પોલીસે ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા છે જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓમાં એક રાજસ્થાન, એક ડીસા, અને એક વાવના દૈયપ ગામ નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર તાલુકાના આકેસણ ગામ પાસેથી ત્રણ લાખ રૂપિયાનું ડ્રગ્સ મળી આવતા પોલીસને મોટી સફળતા સાંપડી છે ત્યારે આ ડ્રગ્સ ક્યાં લઇ જવાતું હતું તે તો હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે પરંતુ ડ્રગ્સ સાથે આરોપી અને ગાડી પણ ઝડપાઈ જતા પોલીસને હવે તપાસમાં મોટી કડીઓ હાથ લાગે તેમ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને ક્યાં લઈ જવાતુ હતુ પરંતુ અત્યારે તો ડ્રગ્સ ઝડપાઇ જતાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

 ઝડપાયેલા આરોપીઓના નામ

1.પ્રવિણપુરી રામપુરી જાતે.ગૌસ્વામી (રહે.દૈયપ તા-વાવ)

2.પ્રકાશકુમાર સન/ઓફ મફ્તલાલ નથાજી ખત્રી (રહે.ડુંગરવા તા.બગોડા જી.જાલોર,રાજસ્થાન) હાલ રહે.મોજીયાવાસ કોલોની સાંચોર તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)

3.કમલેશકુમાર રમણીકલાલ જાતે.સોની રહે.ડીસા હિમાલયા રેસીડન્સી માર્કટયાર્ડ પાછળ તા-ડીસા મુળ (રહે.ડીસા હરસોલીયાવાસ વાડીરોડ તા.ડીસા)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.