રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા સામાજિક કાર્યકર્તા પરેશ ગોહેલ

ગમ્યું તો આગળ શેર કરો.

રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઇ કોરાટ અને સહકારી અગ્રણી શ્રી મનીષભાઈ સંઘાણી તથા સામાજિક કાર્યકર્તા શ્રી પરેશ ગોહેલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્રણેય કાર્યકર્તાઓ એ રાજ્યપાલ શ્રીનું શાલ ઓઢાડી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામ સાહેબ લિખિત પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સિઝ વિથ પ્રમુખ સ્વામીજી’ પુસ્તક અર્પણ કર્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે, તેઓ હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય – શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં તેઓ ભારતીય રેડક્રોસ સોસાયટી, બાલ કલ્યાણ બૉર્ડ, રાજ્ય સૈનિક કલ્યાણ બૉર્ડમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2015થી તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર હતા અને તે પહેલાં હરિયાણા ગુરૂકૂળના પ્રિન્સિપલ પદે રહીં ચૂક્યાં હતા. શિસ્ત અને પ્રમાણિકતા માટે જાણિતા છે. દેશમાં બેટી બચાવો અને બેટી ભણાવો આંદોલન તેમનાથી શરૂ થયું હતું.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર

ગમ્યું તો આગળ શેર કરો.