ઓક્સફોર્ડ યુનિવર્સિટી હવે કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ કરવામાં સફળ થઈ છે અને હવે તેની ઉત્પાદનની તૈયારીઓ શરૂ થઈ છે. ભારતની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ આ વેક્સીન બનાવવાનું કામ શરૂ કરી દીધુ છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત કોરોના વાયરસ વેક્સીન ભારતમાં નવેમ્બર સુધી આવી જશે. ભારતમાં તેની કિંમત 1000 રૂપિયા હશે. ભારતમાં દરેકને આ વેક્સીન લગાવવામાં બે વર્ષનો સમય લાગી શકે છે.

લેન્સેટમાં પ્રકાશિત ટેસ્ટિંગના રિઝલ્ટ્સના અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, પહેલા તબક્કામાં ટેસ્ટિંગના પરિણામો સારા મળી આવ્યા છે. આ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટના સંકેત નથી આપી રહ્યા.

રિસર્ચર્સ એન્ટીબોડી બનાવી રહ્યા છે. ઓગસ્ટમાં ભારતમાં કરવામાં આવતું હ્યુમન ટ્રાયલ નવેમ્બર સુધીમાં પુરૂ થઈ જશે. સીરમ ઈન્સ્ટીટ્યુટમાં ઉત્પાદિત કોવિશિલ્ડનો અડધો સ્ટોક ભારતના લોકો માટે તૈયાર કરવામાં આવશે. જેનો અર્થ છે કે દર મહિને લગભગ 60 મિલિયન શીશીઓમાંથી, ભારતને 30 મિલિયન મળશે.

સીરમના પ્રમુખ અદર પૂનાવાલાએ જણાવ્યું છે કે, કંપની 300 મિલિયન ડોઝ બનાવવા માટે 200 મિલિયન ડોલર ખર્ચ કરશે, જે એક જોખમ છે. કારણ કે અમારે વેક્સીન શરૂ કરવા માટે જરૂરી મંજૂરી મેળવતા પહેલા આ કરવાનું છે. અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ -19 વેક્સીનનો ભાવ ઓછામાં ઓછો રાખવામાં આવશે.

તેમણે કહ્યું કે શરૂઆતમાં આ વેક્સીન ઉપર કોઈ નફો નહીં મેળવવાના હેતુથી વેચાણ થશે. પૂનાવાલાએ દાવો કર્યો હતો કે ભારતમાં કોવિડ -19 ની કિંમત 1000 રૂપિયા અથવા તેથી ઓછી હોઈ શકે છે.

પૂનાવાલાએ કહ્યું કે આ પહેલા કોઈ પણ રસી માટે સખત મહેનત નહોતી કરી. અમે કોરોના વેક્સીનને કારણે ઘણા ઉત્પાદનો પર ધ્યાન નથી આપી શક્યા.

કોરોના રોગચાળાના વધતા જતા સંકટને જોતાં, એવું લાગે છે કે આ વેક્સીન પર આગામી બે-ત્રણ વર્ષો સુધી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે આખું વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે.

પૂનાવાલાએ જણાવ્યું હતું કે મંજૂરી મળ્યા બાદ આ વેક્સીનનું પુના અને મુંબઇમાં જે લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હોય એવા 4-5 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રસીનું પરીક્ષણ ભારતમાં વૃદ્ધો અને આરોગ્ય કાર્યકરો પર પણ કરવામાં આવશે.

પરીક્ષણ પ્રક્રિયાની સાથે, કંપની દેશમાં રસીનું ઉત્પાદન શરૂ કરવા માટે વિશેષ મંજૂરી માટે પણ અરજી કરશે. આમ કરવાથી કંપનીમાં ફાઈનાન્સિયલ ક્રાઈસિસ ઉભા થશે અને જોખમમાં મૂકાશે. જો રસી છેલ્લા તબક્કામાં નિષ્ફળ જાય તો કંપનીને આશરે 20 કરોડ ડોલરનું નુકસાન થશે.

વિશેષ મંજૂરી મળ્યા પછી, કંપની ઓક્ટોબરથી દર મહિને 7 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે અને ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા વધારીને 10 કરોડ કરવાની યોજના છે.

પૂનાવાલાએ જણાવ્યું હતું કે જો બધું યોજના પ્રમાણે ચાલશે તો ત્રીજા તબક્કાની તપાસ દર્દીઓને ઇન્જેક્શન લગાવ્યા પછી ત્રીજા ચરણના પરિક્ષણમાં બે મહિનાનો સમય લાગશે અને નવેમ્બર સુધીમાં રસીને અંતિમ મંજૂરી મળી શકે છે. આ દૃશ્યમાં રસી આવતા વર્ષના પ્રથમ કે બીજા ત્રિમાસિક ગાળામાં લોન્ચ થઈ શકે છે.

Contribute Your Support by Sharing this News: