ગરવીતાકાત,સિદ્વપુરઃ સિવિલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા સિદ્વપુરનો યુવાનને કોન્ટ્રાકટ પુરો થતા છુટો કયો હતો તે રોજગારી માટે લોકોને વિનંતી કરતા હતા પણ નોકરી ન મળતા સોમવારે ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતુ. મૃતકના ભાઇએ સિદ્વપુર પોલીસ મથકે અકસ્માત નોંધ કરી હતી.

સિદ્વપુરમાં વાલ્મિકી વાસમાં રહેતા વાલ્મિકી રવિ મનુભાઈ (ઉ.વ 18 ) સોમવારના રોજ સાંજે તેમના ઘરમાં ધાબાના લોખંડના હુકમા દુપટ્ટા બાંધીને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતુ. આ અંગે મૃતકના ભાઇ બળવંતભાઇએ સિદ્વપુર પોલીસ મથકે અકસ્માત નોંધ કરી હતી.

મૃતકના મિત્રોએ જણાવ્યું હતું કે રવિ સિવિલ હોસ્પિટલમા સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હતો પણ તેનો કોન્ટ્રાકટ પુરો થતા છૂટો કરી દેવામાં આવ્યો હતો બાદમાં છેલ્લા 10 દિવસથી રોજ કામ માટે લોકોને વિનંતી કરતો હતો પણ ક્યાંય કામ મળતું ન હતુ.આથી તેણે જીવન ટૂંકાવ્યું હતુ. હાલમાં સિધ્ધપુર પોલીસે અકસ્માત નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.