સિધ્ધપુર નજીક ત્રણ વર્ષ અગાઉ અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જે અંગે સિધ્ધપુર પોલીસે સિધ્ધપુર પો.સ્ટે ફ.ગુ.ર.નં-56/16 ઈ.પી.કો કલમ 302 મુજબનો ગુનો રજી કર્યો હતો. જોકે પાછળથી ઓળખાયેલ મહિલા મધ્યપ્રદેશ રાજયની મગરાઈ ગામની અર્ચનાબેન હતી અને જેને કોઈ અજાણ્યા માણસે ગળે ટૂંપો દઈ સિધ્ધપુર નજીક હાઈવે રોડ ઉપર ફેંકી દીધેલ હોવાનું સામે આવેલ. જે અંગે સરહદી રેન્જ ભૂજ મે.પોલીસ મહાનીરીક્ષક ડી.બી.વાધેલાની સુચનાથી ગુનો ડીટેકટ કરવા સુચના કરતા ઈ.પોલીસ અધિક્ષક એચ.કે.વાધેલાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી પાટણ પોલીસ અધિક્ષકે આરોપીને ઝડપી પાડવા ટી બનાવી નાકાબંધી કરી હતી.

આ ગુનામાં ટી.બી.જાની પો.સબ.ઈન્સ સિધ્ધપુર, અ.હેડ.કોન્સ મુકેશજી જયંતિજી, અ.હેડ.કોન્સ જયેશજી બાબુજીને મરણ જનાર સ્ત્રી અગાઉ જયાં મજુરી તરીકે કામ કરતી હતી તે જગ્યા એ તપાસ કરવા જણાવતા સ્ત્રી દિલ્હી તથા ગુડગાંવ(હરીયાણા),ફીરોજાબાદ (યુ.પી) તથા મગરાઈ (મધ્ય પ્રદેશ)એ જગ્યાએ તપાસ કરવા જણાવતા પ્રથમ ગુડગાંવ તપાસ કરવાં છતાં કોઈ ફળદાયક હકીકત મળી આવેલ નહી. ત્યારબાદ દિલ્હી આવતા હકીકત મળેલ કે મૃત્યુ પામનાર બહેન બાટકા કંપનીમાં ગુડગાંવ મજુર તરીકે કામ કરતી હતી અને તેને એક ફીરોજાબાદ (યુ.પી)ના રહેવાસી કલ્લુ યાદવ સાથે અફેર હતુ.

કલ્લુ યાદવનું પુરું નામ સરનામુ મળી આવેલ નહી પરંતું આ કલ્લુ યાદવ પેઈન્ટીંગનું કામ કરતો હોવાની હકીકત મળેલ જેથી તે દિશામાં તપાસ કરતા હકીકત મળેલ કે આ કલ્લુ યાદવ હાલમાં રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢમાં કલર કામ કરે છે. જેથી તાત્કાલીક દિલ્હીથી રવાના થઈ ચિત્તોડગઢ આવતા ચિત્તોડગઢ કલર કામ કરતા ઈસમોને ચેક કરેલ પરંતુ કોઈ હકીકત મળી આવેલ નહી. જેથી ચિત્તોડગઢમાં જેટલી જગ્યાએ કલર કામ ચાલુ હોય તે જગ્યાઓ ચેક કરતા સદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક એક સોસાયટીમાં કેટલાક ઈસમો બહારના રાજયના કલર કામ કરે છે તેવી હકીકત મળતા તે દિશામાં તપાસ કરતાં ત્યા ઘણાબધા માણસો કલર કામ કરતા હોય જેઓને એક એકને નામ ઠામ પુછતા જેમાંથી એક ઈશમ પોતાનું નામ કલ્લુ યાદવ હોવાનું જણાવેલ જેથી સદરી ઈસમને સદર પો.સ્ટે લાવી વધુ ગુના સબંધે પુછતાં પોતે પ્રથમ ગુના સબંધે આનાકાની કરેલ.

વધુ પુછપરછ કરતાં જણાવેલ કે તે પોતે તથા મરણ જનાર અર્ચના જયારે ગુડગાંવ બાટકા કંપનીમાં કામ કરતાં હતા, ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયેલ અને ધણી વખત ખાનગીમાં મળતા અને અર્ચના સાથે રોજ ફોન ઉપર વાત થતી અને આ વાતની ખબર અર્ચનાના પતિ મુકેશને થતાં મુકેશ તે જગ્યાએથી કામ છોડી બન્ને જણાં જતાં રહેલ. કલ્લુ આબુ રોડ ઉપર કામ કરતાં હોય અને એક દીવસ અર્ચનાનો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ અને જણાવેલ કે, હુ ઘરેથી નીકળી ગઈ છું અને મને મથુરા રેલ્વે સ્ટેશન લેવા આવ તેવી વાત કરેલી જેથી આ કામના આરોપી કલ્લુ આબુરોડથી ખાનગી વાહનમાં બેસી મથુરા ગયેલ અને ત્યા રેલ્વે સ્ટેશન પર અર્ચના મળેલી અને બન્ને જણ આબુ રોડ આવેલ અને પંદર વીસ દીવસ આબુ રોડ રોકાયેલ.

ત્યારબાદ અર્ચના એ કહેલ કે મારે મારા પતિ મુકેશ પાસે જવું છે તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થયેલી અને આ કામના આરોપી અર્ચના ને છોડવા માંગતાના હોઈ જેથી રાત્રીના સમયે આ કામના આરોપી એ જણાવેલ કે આપણે બીજી જગ્યા એ કામ રાખેલ છે અને ત્યા જવાનું છે તેમ કહી તેને આબુરોડથી ફોસલાવી એક ખાનગી વાહનમાં સિધ્ધપુર નજીક નવરંગ હોટલ ઉપર ઉતરેલ અને નજીકમાં આવેલ ખેતરમાં અર્ચનાને લઈ ગયેલ અને અર્ચના સાથે બોલાચાલી થયેલ હોય ગુસ્સામાં અર્ચનાનુ ગળુ દબાવી મારી નાખી તેને ત્યા જ છોડી પોતાનુ નામ ન આવે તે સારુ પરત આબુ રોડ કામે જતાં રહેલ હોવાની હકીકત જણાવેલ આમ ત્રણ વર્ષ અગાઉ મર્ડરનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.