શ્રી સર્વોદય કેળવણી મંડળ મોટીઝેર સંચાલિત દાણી ટાવર ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં.

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,ખેડા 

કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં એક ગર્વ લઈ શકાય તેવો દાણી ટાવર ગામના મુખ્ય દાતા શ્રી ફુલચંદ દામોદરદાસ દાણી તરફથી  શ્રી સર્વોદય કેળવણી મંડળ તેમજ ગામને બાંધી આપવામાં આવેલ તેમજ શ્રીમતી શકરીબેન ફુલચંદ દાણી તરફથી બાલભવન માટે વધુ દાન આપીને ગામના બાળકોને અભ્યાસ આપવા માટે વ્યવસ્થા કરી હતી.પરંતુ આજના જમાનામાં કેજી  ૧ તેમજ કેજી  ૨ ના પ્રવાહમાં ,સરકાર તરફથી આંગણવાડી ની સગવડ થઈ હોવાથી કેટલાય વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે. ગામના શેઠ શ્રી હરિલાલ શાંતિલાલ શાહ તરફથી વાંચન થી બાળકોમાં જાગૃતિ આવે,દેશની માહિતી મળે તેમજ વાર્તાઓ ના પુસ્તક થકી લેખન કળા વધે એ માટે પુસ્તકાલય ની સગવડ હતી જે આજે મૃતપાય જોવા મળે છે. શ્રી એમ ડી શાહ હાઇસ્કૂલમાં સેવકની  ભરતી ન થવાથી શાળામાં સ્વચ્છતા જળવાતી નથી.તો સરકાર ગંભીરતાથી લઈને સ્વચ્છ ભારત

અભિયાન ને સાર્થક કરવા આયોજન  કરી ભરતી માટે આ  બાબતધ્યાન પર લે.દાણી ટાવર અંદાજિત ૭૦ ફૂટ ઊંચો છે જે મધ્યભાગના વર્તુળમાં તેમજ  પાયાના મૂળમાં તિરાડ પડી હોવાથી બિલકુલ ક્ષતિગ્રસ્ત અવસ્થામાં છે .અને શાળામાં અંદાજિત ૫૫૦ બાળકો અભ્યાસ કરી રહયા છે. વારંવાર મંડળના હોદ્દેદારોને તેમજ સભ્યોને સમારકામ માટે રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ આ મુખ્ય રાહદારી માર્ગ પ્રજાની અવરજવર ,બજારના  મુખ્ય વિસ્તારમાં હોવાથી જાનમાલની નુકસાની માટે  જવાબદાર કોણ એ ચર્ચાનો વિષય બની રહ્યો છે. શુ કોઈ અઘટિત ઘટના બને તે માટે રાહ જોવાઇ રહી છે.. તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ગામમાં દાતાઓ તરફથી ગામને સારી સગવડ માટે  દાન આપે છે પરંતુ એની યોગ્ય જાળવણી થતી ન હોવાથી નિરાશા વ્યાપી ગઈ છે. દાણી ટાવરનું  જરૂરી સમારકામ ઝડપી કરીને ભવિષ્યમાં થવાના નુકસાની બચી શકાય તે માટે આયોજન કરે તેવી માંગણી ઉઠી છે.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

ગમ્યું તો આગળ શેર કરો.